મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે પાવર બેંક જેવા ઉપકરણમાં વિસ્ફોટ થતાં 28 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. પોલીસ સબ ડીવીઝનલ ઓફિસર (એસ.ડી.ઓ.પી.) ભારતી જાટે શનિવારે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે ચાપરોડ ગામે બની હતી.
ભારતી જાટે ગામના લોકોના અહેવાલ અનુસાર જણાવ્યું છે કે, ‘માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ખેતરમાં જતાં રામ સાહિલ પાલને રસ્તા પર એક પાવર બેંક જેવું ઉપકરણ મળી આવ્યું હતું. ત્યાર બાદ ઘરે પાછા ફર્યા પછી, જ્યારે પાલે તેના પાડોશીના ઘરે મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે પાવર બેન્ક કનેક્ટ કર્યું, ત્યારે તેમાં ધમાકા સાથે બ્લાસ્ટ થયો હતો.
પાવર બેંક બ્લાસ્ટ થયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. તે પછી ઘરની છત પણ ઉડી ગઈ. ઘરની દિવાલો પર વિસ્ફોટના નિશાન પણ છે. તે જ સમયે, મોબાઇલ ચાર્જ કરતો યુવક ખરાબ રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ભારતી જાટે કહ્યું કે, આ પાવર બેંક અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હતું કે નહિ? તેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે, ઉપકરણોના અવશેષો ક્રિમીનોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જાતે કહ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં તે માલુમ પડ્યું છે કે, તે વિસ્ફોટક નથી. પોલીસે આ કેસ નોંધીને વિગતવાર તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.