થોર(Thor) દરેક વ્યક્તિએ જોયેલું જ હશે. સામાન્ય રીતે આ થોર નામ પડતાની સાથે જ આપણી સામે એક કાંટાવાળી વનસ્પતિ(Thorny vegetation) નજરે આવી જાય છે. તે એક રણપ્રદેશનુ વૃક્ષ(Desert tree) પણ ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ થોર નો આપણે ઉપયોગ સુશોભન(Decoration) માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ જ થોરનો ઉપયોગ આપણા સારા સ્વાસ્થ્ય(Health) માટે પણ કરી શકાય છે. થોરના લાલ કલરના કાટા વાળા આવતા ફળ કે જેને આપણે થોરના ફીંડવા નામે ઓળખાય છે. એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફીંડવા આપણા શરીરમાં થતા મોટા મોટા રોગોને દુર કરવા પણ સમર્થ છે.
હિમોગ્લોબીનની માત્રાને વધારવામાં થોર ખુબ જ અસરકારક માનવામાં આવે છે, કારણ કે, એમાં અનેક એવા દ્રવ્યો હોય છે કે જે આપણા શરીરમા હિમોગ્લોબીનની માત્રા વધારી દે છે. હિમોગ્લોબીનની માત્રા વધવાથી શરીરમાં નવું લોહી બને છે અને તે અનેક મોટી મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ સિવાય થોર અને તેના ફીંડવા શ્વાસની તકલીફ, પાંડુરોગ, કમળો, કબજિયાત, એસીડીટી અને ગેસ જેવી તમામ બીમારીઓને પણ તે દૂર કરે છે. આવા રોગોથી પીડિત લોકોએ લાલ ફીંડવા નું સેવન કરવુ જોઈએ. જેથી આવી ભયંકર બીમારીઓથી બચી શકાય.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ થોરના ફીંડવા ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય આ થોરના ફીંડવા ખાવાથી અથવા તો તેનુ જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી તમારા શરીરમા હિમોગ્લોબીનની માત્રા વધે છે. તે આપણા શરીરમા વ્હાઈટ બ્લડ સેલની માત્રા પણ વધારે છે અને જેને કારણે રોગપ્રતિકારક શક્તિ ખુબ જ મજબુત બને છે. આજે મોટા ભાગના લોકો તેમના વધતા વજનને કારણે પરેશાન હોય છે. ગમે તેટલા પ્રયાસો પછી પણ વજન ઘટવાનું નામ નથી લેતું. ત્યારે આ થોરના ફીંડવા વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય થોરના ફીંડવામાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે, જે ભૂખ ના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો તેમાં અસરકારક સાબિત થાય છે.
માનસિક તાણ, પેટના રોગો, પેટમાં ચાંદા પડવા વગેરે જેવા રોગોમાં થોર માં રહેલા તત્વો ફાયદાકારક છે. આ સિવાય કેન્સર, ડાયાબિટિસ જેવા ભયંકર રોગો માટે અને લીવર માટે થોરના ફીંડવા અસરકારક સાબિત થાય છે. થોરનું દૂધ મસ્સા પર લગાવવાથી મસ્સા નીકળી જાય છે. આ ઉપરાંત જરુરી કેલ્સિયમના અભાવને કારણે દાંત અને હાડકાની તકલીફો થાય છે. દાંત અને હાડકાને મજબુત બનાવવા થોરના ફીંડવાનું સેવન કરવું જોઈએ. કારણ કે, તાજા ફીંડવામાં 83 મિલિગ્રામ કેલ્સિયમ હોય છે. થોરના ફીંડવા સન બર્ન ખીલ-ડાઘ અને ડ્રાઈ સ્કીનના ઈલાજમાં પણ ઘણું ઉપયોગી છે. થોરના ફીંડવામાં હાજર વિટામીન સી ત્વચા ની ચમક બનાવી રાખવામાં મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.