ભાજપે મોટાભાગની બેઠકો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં કેટલાક નેતાઓની નારાજગી સામે આવી છે, જેમાં પંચમહાલ બેઠક પરના હાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ભાજપ સામે બળવો કર્યો છે, આ બેઠક પર રતનસિંહને ભાજપે ટિકિટ આપી છે, સમર્થકો સાથેની બેઠકમાં પ્રભાતસિંહે પહેલી એપ્રિલે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે, પ્રભાતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું કે, મારી ટિકિટ જેઠા ભરવાડને કારણે કપાઇ છે, હું જીત્યો હોત તો જેઠાભાઇને ડેરી અને બેંકમાંથી જવાનો ડર હતો.
અહી ભાજપે લુણાવાડા વિધાનસભા બેઠકના સિટિંગ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે, જેને પગલે સતત બે ટર્મથી ચૂંટાતા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થઇ ગયા છે, પોતાની ટિકિટ કપાયા બાદ પ્રભાતસિંહે તેમના ટેકેદારો સાથે મિટીંગ કરી હતી, તેમના ટેકેદારોએ પ્રભાતસિંહને અપક્ષ ચૂંટણી લડવા માટે સમર્થન આપ્યું હતું.