માત્ર 24 કલાકમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે 16400 કિલો શિક્ષણ સામગ્રી એકઠી કરીને બનાવ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ

માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાતમિક પંજીકૃત સંસ્થા છે. જે સમય સમય પર સમાજ ના વિભિન્ન ક્ષેત્રો ના સામાજિક કાર્યમા જોડાયેલ છે.  પ્રસિદ્ધ…

માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાતમિક પંજીકૃત સંસ્થા છે. જે સમય સમય પર સમાજ ના વિભિન્ન ક્ષેત્રો ના સામાજિક કાર્યમા જોડાયેલ છે.  પ્રસિદ્ધ સમાજસેવી શ્રી સતપાલજી મહારાજની પ્રેરણા અને તેમના સુપુત્ર શ્રી વભૂજી મહારાજ ના નિર્દેશનમાં વર્ષ ૨૦૧૫ થી મિશન એજ્યુકેશન નો શુભારંભ કરવામાં આવ્યો.

દિલ્હીના કોંસ્ટીટ્યુંશનલ કલબમા પ્રેસ વાર્તા દરમિયાન મિશન એજ્યુકેશનના કો ઑર્ડીનેટર શ્રી નરેન્દ્રભાઇએ જણાવ્યું કે,  આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ એવમ જરૂરતમંદ બાળકોને શિક્ષા તરફ પ્રોત્સહિત કરવાનો છે  આ ઉપરાંત દિલ્લીના છતરપુર, રાજપુર મેદાન, ફતેપુર, ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદ, ગુજરાતમાં સુરત, બારડોલી અને રાજકોટ તથા મહારાષ્ટ્રમાં નાગપુરમાં school on wheels (ચાલતી ફરતી શાળા)ના માધ્યમથી પણ સંસ્થાના સદસ્યો દ્વારા ગરીબ અને જરૂરતમંદ બાળકોને શિક્ષા પ્રદાન કરવામાં આવે છે.

આ અભિયાન દ્વારા ભારતના દરેક રાજ્યો ઉપરાંત વિદેશોમા મોરિશિયસ, સાઉથ આફ્રિકા, કેન્યા, નેપાળ, મેક્સિકોમાં અત્યાર સુધીમાં ૪ લાખ થી વધુ બાળકોમા શિક્ષણ સામગ્રી વિતરણ કરવામાં આવી છે.   તારીખ ૩ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ સંસ્થા દ્વારા ગુજરાતના સુરત શહેર માં માત્ર ૨૪ કલાકમા ૧૬૪૦૪ કિલો શિક્ષા સામગ્રી ગરીબ બાળકોમા વિતરણ કરી ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન મેળવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *