દેશમાં આટલા લોકોને દર વર્ષે સરકાર આપશે 36,000 રૂપિયા- આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. આપને આર્થિક રીતે ખુબ ફાયદો થાય એ પ્રમાણેની હાલમાં જાણકારી સામે આવી છે. કેન્દ્ર સરકારની અન્ય કેટલીક…

હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવ્યા છે. આપને આર્થિક રીતે ખુબ ફાયદો થાય એ પ્રમાણેની હાલમાં જાણકારી સામે આવી છે. કેન્દ્ર સરકારની અન્ય કેટલીક સ્કીમ વૃદ્ધ થયા પછી દર મહિને એક નક્કી રકમ પેન્શન ગેરેન્ટી આપવામાં આવે છે.

તમે દરરોજ માત્ર 1 રૂપિયા 80 પૈસા જમા કરાવીને 3,000 રૂપિયા મહિને પેન્શન મેળવી શકો છો. આ યોજનાનું નામ ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ રાખવામાં આવ્યું છે. સરકારની આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રને શ્રમિકોને લાભ મળશે.

દર મહિને કેટલું મળશે પેન્શન? 
જો તમારી માસિક આવક 15,000 રૂપિયાથી ખુબ ઓછી છે તેમજ ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમે મોદી સરકારની આ યોજના સાથે જોડાઈને વૃદ્ધાવસ્થામાં દર મહિને 3000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. સરકારનું લક્ષ્ય રહેલું છે કે, આવનાર 5 વર્ષમાં અસંગઠિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 કરોડ શ્રમિકો તથા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે છે.

સરકારની ગેરન્ટી પેન્શન સ્કીમ:
સરકારની આ ગેરન્ટી પેન્શન સ્કીમ છે જેની સાથે જોડાઈને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપનાર માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં જેટલી રકમ તમે દર મહિને જમા કરશો એટલી રકમ દર મહિને પેન્શન ખાતામાં જમા કરવામાં આવશે. 

કોણ ન લઈ શકશે આ યોજનાનો લાભ?
આ યોજના સાથે જોડાવવા માટે દર મહિને 15,000 રૂપિયાથી વધુની આવક હોવી ખુબ જરૂરી છે. જો મહિનાની આવક 15,000થી વધુ રહેલી છે તો પછી આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. આની સાથે જ સંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ અથવા તો કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કીમ(NPS) અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC)ના સદસ્ય અથવા ઈનકમ ટેક્સની ચુકવણી કરનાર લોકો આ સ્કીમનો લાભ લઈ શકતા નથી. 

કોણ બની શકે છે આ સ્કીમનો ભાગ?
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દ્વારા કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. જેની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના ખાસકરી મેડ, મોચી, દરજી, રિક્ષા ડ્રાઈવર, ધોબી તથા મજૂરો માટે કરવામાં આવી છે. સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાં અંદાજે 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.

કેટલા વર્ષે કેટલું રોકાણ?
જો રોકાણકારની ઉંમર 18 વર્ષ હોય તો તેને આ યોજનામાં દર મહિને 55 રૂપિયા, 29 વર્ષ વાળાને દર મહિને 100 રૂપિયા તેમજ 40 વર્ષ વાળાને દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. જો પેન્શન મળ્યા અગાઉ લાભાર્થીનું મોત થઈ જાય તો પેન્શનના 50% તેમના જીવનસાથીને આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *