કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ઘણી નફાકારક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પણ આવી જ એક સુપરહિટ યોજના છે. જે અંતર્ગત તમે દર મહિને માત્ર એક રૂપિયા અથવા એક વર્ષમાં ફક્ત 12 રૂપિયા જમા કરીને તમે 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમા મેળવી શકો છો. આ યોજના ખૂબ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો આપે છે.
નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા કેન્દ્ર સરકારે ખૂબ જ ઓછા પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. PMSBY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. મે મહિનાના અંતમાં તેનું પ્રીમિયમ જમા થાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે, તમારા બેંક ખાતામાંથી 31 મી મેના રોજ આ રકમ આપમેળે બાદ થઇ જાય છે. એટલા માટે ધ્યાન રાખો કે, જો તમે PMSBY લીધા છે તો તમારું બેંક ખાતું ખાલી રાખશો નહીં
PMSBY યોજનાના ફાયદા માટે કેટલીક શરતો આપવામાં આવી છે. તેનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18-70 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે, એટલે કે મહિનામાં ફક્ત 1 રૂપિયા. PMSBY પોલિસીનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે, તેથી બેંકમાં બેલેન્સ હોવું જરૂરી છે. આ સિવાય, પોલીસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે જોડવામાં આવે છે. આ યોજના અંતર્ગત, વીમા ખરીદનારા ગ્રાહકનું આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના થતા 2 લાખ રૂપિયાની રકમ તેમના આશ્રિતને આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે, તમે કોઈ પણ બેંક શાખાની મુલાકાત લઈને આ પોલીસી માટે અરજી કરી શકો છો. બેંક મિત્રો પણ PMSBY યોજનાને ઘરે ઘરે પહોચાડે છે. આ માટે તમે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકો છો. સરકારી વીમા કંપનીઓ અને ઘણી ખાનગી વીમા કંપનીઓ પણ આ યોજના વેચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.