નકસલીઓથી બચી આ દીકરી બાલાઘાટથી સ્કુટી ચાલવી કોરોના દર્દીઓની સેવા કરવા મહારાષ્ટ્ર પહોચી

હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે. આ દરમિયાન કેટલાંક એવા સમાચારો પણ સામે આવ્યા છે જે તમામ મુશ્કેલીઓની વચ્ચે હોંસલો આપે છે અને એક નવી આશા જગાવે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટથી સામે આવી છે જ્યાં એક દીકરી તમામ મુશ્કેલીઓને પાર કરીને સ્કૂટીથી એકલી જ 180 કિલોમીટરનું અંતર કાપીને મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઇ અને કોરોના સંક્રમિતોની સારવારમાં લાગી ગઇ.

મળતી માહિતી મુજબ, બાલાઘાટની ડૉ.પ્રજ્ઞા ઘરડે રજાઓમાં પોતાના ઘરે આવી હતી. આ દરમિયાન કોરોનાનું સંક્રમણ વધતા મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવતી-જતી બસો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ટ્રેનમાં તેને જગ્યા મળી નહીં તો પ્રજ્ઞાએ સ્કૂટી લઇને નાગપુર જવાનો નિર્ણય કર્યો. સતત સાત કલાક સ્કૂટી ચલાવીને તે નાગપુર પહોંચી ગઇ.

પ્રજ્ઞાએ જણાવ્યું કે, નકસલ પ્રભાવિત વિસ્તારના લીધે પરિવારના લોકો તેને આ મુસાફરી કરતાં રોકવાની કોશિશ કરી રહ્યા હતા. લોકડાઉનના લીધે તેને રસ્તામાં ખાવા-પીવાનું કંઇ મળ્યું નહોતું. આ ઉપરાંત ભરઉનાળાના લીધે ઘણી મુશ્કેલીઓ પણ પડી પરંતુ પોતાની ફરજના રસ્તામાં તેમણે આ સમસ્યાઓને આડે આવવા દીધી નહીં. પ્રજ્ઞાએ કહ્યું કે, તે નાગપુરમાં એક કોવિડ સેન્ટરમાં આરએમઓના પદ પર પદસ્થ છે.

આ ઉપરાંત તે સાંજે એક બીજી હોસ્પિટલમાં પણ દર્દીની સારવાર કરે છે. તેના લીધે તેણે દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરવું પડે છે. નાગપુરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની ખબર પડી તો તેણે સ્કૂટીથી ત્યાં પહોંચવાનો નિર્ણય કરી લીધો અને તે સતત સાત કલાક સ્કુટી ચલાવીને નાગપુર પહોચી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *