બનાસકાંઠા (હિતેશ સોનગરા): ડીસાના ઢેબર રોડ વિસ્તાર પર રહેતા પ્રકાશભાઈ ભુરાભાઈ સોલંકીનામના વ્યક્તિનું દુઃખદ મોત નિપજ્યું છે. પ્રકાશ સોલંકી ને રાતે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી આજે સવારે ૪ થી ૫ વાગ્યા નાં સમય ગાળા દમિયાન દર્દી ને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ લઈ જતા પણ તેમને પોલીસ દ્વારા રસ્તાંમાં રોકટોક કરવામાં આવી હતી અને ત્યાર બાદ ડીસા સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જેથી સરકારી હોસ્પિટલ ના ડોક્ટરે જાણે કોરોના પોઝિટિવ દર્દી હોય તેના જેવો તેમનાં પરિવાર વાળા જોડે ગેરવર્તાવ કરવામાં આવ્યો અને સરકારી હોસ્પિટલ માં સારવાર કરવાની ના પાડી દીધી. જેથી તેવો ખાનગી હોસ્પિટલ નો પણ સંપર્ક કર્યો ત્યાં પણ દર્દી ને કોઈ પણ રીતની પ્રાથમિક સારવાર પણ મળી શકી નહી. જેના લીધે છેવટે દર્દી નું દુઃખદ રીતે મોત નિપજ્યું હતું.
પ્રકાશ સોલંકીના પરિવારજનો આક્ષેપ કરે છે કે, આ મોત નું જવાબદાર છે સરકારી હોસ્પિટલ છે. સરકારી હોસ્પિટલમાં દર્દી ને પ્રાથમિક સારવાર પણ મળી શકતી નથી? કેમ સરકારી અને ખાનગી હોસ્પિટલ ના ડોક્ટર સારવાર માટે નાં પાડી ? કલેક્ટર નો આદેશ હોવા છતા કેમ સારવારના કરવામાં આવી? કેટલાય બેદરકારીના સવાલો ઉભા થાય છે. સ્પ્લાકીન પરિવારમાં ત્રણ દીકરીઓ છે જે હવે પિતાવીહોણી થઇ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂતકાળમાં દાવો કરી ચુક્યા છે કે, ગુજરાતમાં અમેરિકા કરતા પણ ચડીયાતી આરોગ્ય સુવિધા છે. ત્યારે બનાસકાંઠામાં બનેલી આ ઘટના બાદ તંત્ર સામે સવાલો ખડા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news