જયારે પ્રમુખ સ્વામીને પૂછ્યું ‘તમે ભગવાન છો કે માણસ?’ ત્યારે સ્વામીએ એવો જવાબ આપ્યો કે સાંભળનાર દરેક ચોંકી ઉઠ્યા

Pramukh Swami Shatabdi Mahotsav- ગુજરાતના અમદાવાદ ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજનો એક પ્રસંગ સામે આવ્યો છે. જેમાં એક હરિભક્તે પ્રમુખ સ્વામી મહારાજને પૂછી લીધું હતું કે, “તમે ઈશ્વર છો કે માણસ?” ત્યારે પ્રમુખસ્વામી મહારાજે એવો જવાબ આપ્યો હતો કે, સાંભળનારા દરેક લોકો ચોકી ઉઠ્યા હતા.

વર્ષ 1994 માં અમેરિકાના ઑરલેન્ડો શહેરમાં પ્રમુખસ્વામી મહારાજને મળતા જ આભા બની ગયા હતા. ત્યારે આ ભાવિકે વિચાર્યું કે, આ દિવ્ય પ્રતિભા ની વ્યાખ્યા કેવી રીતે કરવી? આ સવાલ સીધો પ્રમુખસ્વામીને જ પૂછી લીધો. આ હરિભક્તે પ્રમુખસ્વામી ને પૂછ્યું કે, આપ ઈશ્વર છું કે માણસ?

ભાવિકના પ્રશ્નોના ઉત્તર આપતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે, ‘અમે તો સેવક છીએ.’ સ્વામીશ્રી શણનાય વિલંબ વગર ધાણી ફૂટે એમ બોલી ઉઠ્યા. અને સ્વામીશ્રીની પરમાત્મા પ્રત્યેની દાસત્વભક્તિ પર એ અજનબી ઓવારી ગયો. વડોદરા મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભગવરણદાસ સ્વામી સ્વામીશ્રીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂક્યા કે તરત જ દર્શનમાં લીન બનેલા સ્વામીશ્રીને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ તેઓ ચોંક્યા. સ્વામીશ્રી ભગવદચરણ સ્વામીને પગે લાગતા રોકવા લાગ્યા અને ટકોર કરતાં કહ્યું: ‘ઠાકોરજી આગળ અને નીચા નમીને પગે લાગવું નહીં. ઠાકોરજીની મર્યાદા જળવાવી જોઈએ…’ અને છેલ્લે વાત પર જોર આપતાં કહ્યું: ‘રાજા આગળ નોકરને પગે લાગીએ તો કેવું લાગે ?”

તેમની આંખોમાં સેવકભાવનો એક તેજલિસોટો પસાર થઈ ગયો. એમનો એ સેવકભાવ કેન્યાના રાષ્ટ્રપિતા જોમો કેન્યાટાથી લઈને અનેક લોકોએ અનુભવ્યો છે. સ્વામીશ્રીની સાથે રહેલી ભગવાનની મૂર્તિ-હરિકૃષ્ણ મહારાજને જોઈને તેમણે પૂછ્યું : ‘આ શું છે ?’ સ્વામીશ્રીએ કહ્યું : ‘સાક્ષાત્ ભગવાનની મૂર્તિ!’ ‘ઓહ! ખ્રિસ્તીઓ ક્રોસ પહેરે છે તેવું પ્રતીક જ ને!’

સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા: ‘ના, ક્રોસ તો પ્રતીક છે. જ્યારે આ મૂર્તિમાં તો ભગવાન સાક્ષાત્ અખંડ રહ્યા છે. આ મૂર્તિ જુએ છે, કાર્ય કરે છે. અને આપણાં તમામ કર્મોની સાક્ષી છે. તેથી એ મૂર્તિ કેવળ મૂર્તિ નથી પણ ભગવાન પોતે જ છે…’ શ્રદ્ધાનો એ અનન્ય રણકાર સાંભળીને અવાચક બનેલા શ્રી કેન્યાટા નક્કી કરી શક્યા નહિ કે સ્વામીશ્રી કઈ આધ્યાત્મિક ઊંચાઈ બિરાજે છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *