Ahmedabad માં બદમાશોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા જીવ બચવવા ભાગતો રહ્યો 23 વર્ષીય યુવાન, અંતે મળ્યું મોત

અમદાવાદ(Ahmedabad): શહેરમાં હત્યા (Murder)ના બનાવો ખુબ જ વધી રહ્યા છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ સામે આવતી રહે…

અમદાવાદ(Ahmedabad): શહેરમાં હત્યા (Murder)ના બનાવો ખુબ જ વધી રહ્યા છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો મારીને હત્યા કરી હોવાના સમાચાર મળી આવ્યા છે. આ બનાવ સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં કેટલાક શકમંદોની ધરપકડ કરી છે. હત્યાની આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

માતાએ ટિફિન બનાવી આપતાં યુવક નોકરી જતો હતો:
મળતી માહિતી અનુસાર, ભીખીબેન સોલંકી બહેરામપુરા વિસ્તારમાં રહે છે. ત્યારે તેમનો નાનો દીકરો 23 વર્ષીય રોનક સોલંકી રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારમાં નોકરી જતો હતો. ત્યારે પરમ દિવસે પણ તે પોતાના નોકરી જવા માટે તૈયાર થયો હતો, ત્યારે તેની માતા ભીખીબેને તેને ટિફિન બનાવી આપ્યું હતું. તે ટિફિન લઈને ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન હુમલાખોર દોડતો દોડતો આવે છે અને તેની આગળ ચાલતા જતા રોનકને તીક્ષ્ણ હથિયારના ઘા મારે છે. જેને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલો રોનક પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યો હતો.

દીકરા પર હુમલાની જાણ થતાં માતાના પગ નીચેથી જમીન સરકી:
ત્યારબાદ રોનકને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતા તેઓના પગ તળે જમીન સરકી ગઈ હતી. સાથે જ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેને પગલે પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા, ત્યારે Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાના ગુનામાં બે આરોપીની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

માતાના માથે આભ ફાટ્યું:
જાણવા મળ્યું છે કે, એક તરફ ઘરમાં રસોઈ બનાવતાં ભીખીબેનને પોતાના દીકરા સાથે બનાવ બન્યો હોવાની જાણ થતાં તેઓ જે પરિસ્થિતિમાં હતા એ રીતે જ ત્યાંથી પોતાની દીકરી સાથે જમાલપુર તરફ જવા નીકળ્યા હતા, જ્યાં એક ખાનગી હોસ્પિટલની બહાર મોટું ટોળું હતું અને ત્યાં હોસ્પિટલમાં રોનકની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. એ જોઈને ભીખીબેન ચોંકી ઊઠ્યાં હતાં. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *