મહાનગરોમાં પ્રિ-મોન્સુનના પોકળ દાવા: સુરતમાં ચોમાસાની શરૂઆત થતા જ રોડ બેસવાનો શરૂ

Surat News: સુરતમાં ધીમા ચોમાસું શરૂ થતાંની સાથે જ સુરત મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.જ્યાં સુરતના ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેરની સામે ભુવા પડવાની ઘટના બની હતી. જેના કારણે અકસ્માત થવાનો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની(Surat News) થઈ ન હતી. જોકે, હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે.

ભ્રસ્ટાચારના રોડ પર ગાબડાં
સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ બનવા લાગી છે. સુરત શહેરમાં શનિવાર રાતથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેરની સામે ભુવા પડવાની ઘટના બની હતી.સામાન્ય વરસાદના આવા દ્રશ્યો જોઈ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી હતી.જો કે આ રોડ ધસી પડતા એવું લાગે છે બે થી ત્રણ ફૂટ સુધી નીચે કઈ વસ્તુ જ નાખી ન હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે આ ભુવો પડવાથી ભ્રસ્ટાચારની પોલ પણ ઉઘાડી થઇ હોય તેવું જોવા મળ્યું હતું.

ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો
તો બીજી તરફ સુરતના અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રકચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો. જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

તંત્રના પાપની પોલ ખુલી
હજી તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે. વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રક રસ્તામાં ખુશી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે. તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે?

હજુ તો વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો છે ત્યાં તો સુરત મનપાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલવા લાગી છે.ઠેરઠેર પાણી ભરાવા લાગ્યા છે અને રસ્તા પણ બેસવા લાગ્યા છે. અડાજણમાં રસ્તો બેસી જતા એક ડમ્પરનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું.