આજ થી બરાબર ૧૫ પંદર મા દિવસે સાંજ સુધી મા તો દેશ ની ૧૩૦ કરોડ જનતા ને લગભગ ખબર પડશે કે દિલ્હી ની ગાદી કોને મલશે. કોંગ્રેસ. ભાજપ. કે મિશ્ર સરકાર. કારણ કે ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી ગુજરાત રાજસથાન હરિયાણા દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ , છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજ્યો ની જનતા એ ભાજપ ને ૯૦ નેવું ટકા જેટલી સીટો ઉપર જીત અપાવી હતી. પણ અત્યારે ૨૦૧૯ ના ચુંટણી સમયે આ રાજ્યો મા મતદારો નો ગુસ્સો અને અંદર કરંટ એવો છે.
આ 8 રાજ્યો અને મહારાષ્ટ્ર રાજ્ય ની બેઠકો ની વાત કરું તો ભાજપ ને ૧૦૦/૧૨૫ સો થી એકસો પચીસ બેઠકો નું નુકસાન આવી શકે છે. ગુજરાત ની ૬/૧૬.. રાજસ્થાન ની ૯/૧૨.. મધ્ય પ્રદેશ મા ૧૧/૧૮… દિલ્હી મા ૩/૫… હરિયાણા મા ૩/૪… ઉત્તર પ્રદેશ મા ૩૫/૪૫.. છત્તીસગઢ મા ૫/૮… ઝારખંડ મા ૫/૭… અને મહારાષ્ટ્ર મા ૧૦/૧૭ સીટો પર મતદાતા ભાજપ ને હરાવશે અને બીજી સીટો ઉપર જીત ની ટકાવારી મા ઘટાડો થશે અમુક સીટો પર જીત નું અંતર નજીવું પણ હોઈ શકે છે તેવી સાચા રાજકીય પંડિતો આગાહી કરી રહ્યા છે.
આ કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની હિંદુ સમ્રાટ ની છબી હોવા છતા મત મેળવવા માટે એકદમ ઓછી રાજનીતિ કરીને એક સભા મા મે પઠાણ કા બચ્ચા હું ઓર સચ્ચા બોલતા હું. તો બીજી તરફ વડા પ્રધાન ના નાના ભાઈ પ્રહલાદ મોદી એ એવું નિવેદન આપ્યું કે અમે તો રાજપૂત સમાજ ના છીએ. ત્યારે દેશ મા જે લોકો એ આ સમાચાર સાંભળ્યા ત્યારે જનતા એ પેટ ભરીને હશી લીધું હતું. અને આશ્ચર્ય વ્યક્ત કરી ને વિચાર્યું હતું કે મત મેળવવા માટે આવા હલકા વિચાર કરનાર નરેન્દ્ર મોદી ને કોઈ પણ સંજોગો માં મત ન અપાય. કારણ કે ડગલે ને પગલે દરેક રેલી સભાઓ માં અલગ અલગ નિવેદન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ હજી સુધી એક પણ સભા મા પોતે કરેલા 5 વર્ષ ના કામો ગણાવ્યાં નથી.
આજે દેશ ના ખેડૂતો અને સિનિયર સિટીઝન લોકો ખૂબ જ દયનીય સ્થિતિ મા જીવી રહ્યા છે અને જનતા ની હંમેશ ને માટે મઝાક ઉડાવી. તેજ નરેન્દ્ર મોદી નો ધર્મ રહ્યો હોય તેવી યોજના ઓ લઈ ને આવે છે આયુષ્માન યોજના હેઠળ જે તે વ્યક્તિ હોસ્પિટલ માં દાખલ થાય છે, ત્યારે તે દર્દી ના પરિવાર ને હોસ્પિટલ નો સ્ટાફ પણ કહે છે કે આ કાર્ડ ઘણી બધી મેડિકલ ટેસ્ટ માટે માન્ય રાખવામાં નથી આવતું. તમારે અમુક રૂપિયા તો એડવાન્સ મા ભરવા જ પડે. ત્યારે દર્દી ના પરિવાર જનો સમજે છે કે આ તો જનતા આગળ નરી છેતર પિંડી જ છે. એટલેજ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું છે કે કેન્દ્ર મા કોંગ્રેસ ની સરકાર બનશે તો આયુષ્માન યોજના ના કાર્ડ બંધ થશે. કારણ કે આ યોજના ના દર્દી ને નહિ પણ હોસ્પિટલ ના માલિકો ને ફાયદા કરવા નરેન્દ્ર મોદી આ યોજના લાવ્યા છે..
હવે ૧૨ અને ૧૯ મે ના રોજ કુલ 2 તબ્બકે મતદાન થશે અને ૨૩ તારીખે સવાર ના 8 વાગ્યા થાય મત ગણતરી ચાલુ થશે અને જ્યાં મતદાન પૂરું થયું છે, ત્યાંની પ્રજા પણ એ ઇંતજાર મા બેઠી છે કે ક્યારે મત ગણતરી શરૂ થાય અને મોદી સરકાર હારે અને દેશ મા ફરી એક વખત કોંગ્રેસ પાર્ટી તરફ થી રાહુલ ગાંધી જેવા સરળ અને સાચા બોલા વ્યક્તિ દેશ ના વડા પ્રધાન બને અને દેશ મા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર ના લોકો ને માસિક 6000 છ હજાર રૂપિયા જેટલી કેન્દ્ર સરકાર દ્વારા મદદ મળે અને તે રૂપિયા દ્રારા ગરીબ પરિવાર ના દરેક ઘેર 2 વખત ચૂલો સળગે અને દેશ ની કોઈ વ્યક્તિ ભૂખી ના રહે અને બીજી બાજુ દેશ મા ખાલી પડેલા 2400000 ચોવીસ લાખ પદ પર દેશ ના યુવાનો ને નોકરી મળે. અને ભાજપ ના નેતાઓ એ કરેલા ભ્રષ્ટાચાર ખુલ્લો પડે અને કસૂરવાર લોકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.