બિહાર(Bihar)ના કટિહાર જિલ્લા(Katihar district)માં એક નર્સિંગ હોમ(Nursing Home)ની બેદરકારીને કારણે એક ગર્ભવતી મહિલા(Pregnant women)એ જીવ ગુમાવ્યો છે. ઘટના મહિલા કોલેજ રોડ(Women’s College Road) પર સ્થિત એક નર્સિંગ હોમની જણાવવામાં આવી રહી છે. આ મહિલાના મૃત્યુ બાદ તેના સંબંધીઓએ નર્સિંગ હોમમાં હંગામો મચાવ્યો હતો અને કર્મચારી સાથે મારપીટ પણ શરુ કરી હતી. મળતી માહિતી અનુસાર જણવા મળી રહ્યું છે કે આ હંગામા વચ્ચે ડોક્ટર(Doctor) અને સ્ટાફ ત્યાંથી ભાગી ગયો હતો.
ખોટા ઈન્જેક્શનને કારણે તબિયત બગડતા થયું મોત:
તેમજ પરિવારજનોએ નર્સિંગ હોમના ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મહેમૂદ ચોક પૂરબ ટોલામાં રહેતા મોહમ્મદ સજ્જાદની પત્ની તમન્ના ખાતૂનને પ્રસૂતિની પીડા ઉપડતાં નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. મૃતકના સંબંધીઓનો આરોપ છે કે ડોક્ટરની ગેરહાજરીમાં નર્સિંગ હોમના સંચાલકના કહેવાથી ત્યાંના એક કર્મચારીએ મૃતક તમન્નાને કેટલાક ઈન્જેક્શન આપ્યા હતા. આ કારણે તમન્નાની તબિયત બગડી અને થોડા સમય પછી તેણે જીવ ગુમાવ્યો હતો.
ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓની સારવાર કરે છે:
સંબંધીઓનો આરોપ છે કે, તમન્નાને ઈન્જેક્શન આપનાર નર્સિંગ હોમના સ્ટાફ પાસે ડૉક્ટર કે નર્સિંગની ડિગ્રી નહોતી. આવી સ્થિતિમાં હવે હોસ્પિટલ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ નર્સિંગ હોમ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે જ્યારે નર્સિંગ હોમમાં કોઈ ડોક્ટર ન હોય ત્યારે માત્ર ડિગ્રી વગરનો સ્ટાફ દર્દીની સારવાર કરે છે. તેમજ ડિગ્રી વગરના આરોગ્ય કર્મચારીઓએ પણ સ્વીકાર્યું કે નર્સિંગ હોમ ઓપરેટરની સલાહ પર પીડિતને ઘણા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે મહિલાની તબિયત બગડવા લાગી ત્યારે તેને અન્યત્ર રિફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું.
આ બનાવની ફરિયાદના આધારે શહેર પોલીસ મથકની પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. SHOનું કહેવું છે કે, મૃતકના સંબંધીઓ દ્વારા હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી. લેખિત અરજી મળ્યા બાદ જ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.