Lockdownના કારણે દિલ્હીથી એક પરિવાર બિહારમાં જઈ રહ્યો હતો. તેમની પાસે પૈસા હતા નહીં તો ઘરેથી 5000 રૂપિયા મંગાવ્યા. સરકાર તરફથી કોઇ મદદ ન મળી. બોર્ડર પર તેમને 10 કિલોમીટર જેટલું પગ પાળા ચાલવું પડ્યું કારણ કે કોઈ બસ કે અન્ય વાહનની સુવિધા ન મળી.
ત્યાં બસ તો હતી પરંતુ સોશિયલ distance નું કોઇ મહત્ત્વ ન હતું. તે બસમાં 30 લોકોને કેપેસિટી હતી, તો તેમાં ૭૦ લોકો ભરેલા હતા.એટલા માટે મજૂરે બસમાં ચડવાની ના પાડી દીધી અને પરિવાર સાથે પગપાળા ચાલવાનો નિર્ણય કર્યો કારણ કે સાથે તેની ગર્ભવતી પત્ની પણ હતી.
દિલ્હીથી બિહારના સુપેર જિલ્લા માટે પગપાળા ચાલીને જનારી મજૂરની પત્નીએ ગુરુવારે ગોપાલગંજના હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. મહિલા અને તેનો બાળક બંને સુરક્ષિત છે.
હકીકતમાં દિલ્હીમાં શાકભાજીનો વેપાર કરનાર સૂપોર જિલ્લાના બહલા ગામના નિવાસી સંદીપ યાદવ lockdown દરમિયાન પોતાની ગર્ભવતી પત્ની સાથે દિલ્હીમાં ફસાયેલા હતા. તે પોતાના ત્રણ વર્ષની બાળકી અને ગર્ભવતી પત્ની સાથે ગામડે જવા માંગતો હતો. બાદમાં તેમણે પગપાળ બિહાર જવાનો નિર્ણય લીધો.
તે પોતાની ગર્ભવતી પત્ની રેખા દેવી સાથે પગપાળા જ નીકળી પડ્યો. રસ્તામાં તેમણે એક ટ્રક વાળાએ મદદ કરી પરંતુ ટૂંક સમયમાં જ સંદીપની પત્નીને પ્રસુતિની પીડા થવા લાગી જેના કારણે તે ટ્રક વાળો ડરી ગયો અને તેનાથી આ પરિવારને રોડ પર છોડી દીધા.
યુપી બિહારની સીમા ગોપાલગંજના બલથરી ચેકપોસ્ટ પાસે આ મહિલાના પતિએ dm ને વિનંતી કરી તો dm એ તાત્કાલિક મેડિકલ ટીમ મોકલી ગોપાલગંજ હોસ્પિટલમાં દાખલ કરાવી.
મહિલાએ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો પરંતુ કોરોનાવાયરસના ડરને કારણે કોઈપણ સ્વાસ્થ્ય કર્મી પરિવાર પાસે જવાથી ડરી રહ્યો હતો. જ્યારે આ વાતની જાણકારી dm ને મળી તો તેમણે હોસ્પિટલના કર્મચારીઓને ફટકાર લગાવી.
હોસ્પિટલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે. હવે સંદીપના પરિવારને એ ચિંતા સતાવી રહી છે કે તેઓ કઈ રીતે પોતાના ગામ પહોંચશે. હાલમાં આ પીડિત પરિવારે આ બાળકીનું નામ સૃષ્ટિ રાખવાનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news