ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના દરેક મહિલાઓની માટે ખુબ જ ખાસ અને યાદગાર હોય છે.આ દરમિયાન તેમને પોતાની સાથે-સાથે ગર્ભમાં રહેલ બાળક તરફ પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.સાથે જ ડાયટને લઇને સાવધાન રહેવું પડે છે.એવું નથી કે,ગર્ભાવસ્થામાં મહિલાને ખુબ જ ખવરાવવું જોઇએ,પરંતુ ડાયટ બેલેન્સ અને પોષણથી ભરપૂર હોવું જોઇએ.
જોકે,ગર્ભવતી મહિલાઓને 9 મહિનામાં ફળ,લીલા શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર એવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ એવી પણ વસ્તુઓ છે કે,જેનાથી તેને સાવધાન રહેવું જોઇએ.આ એ વસ્તુઓ છે,જે પ્રેગ્નેન્સીમાં મહિલાઓ માટે પરેશાની સાબિત થઇ શકે છે.જાણો,ગર્ભવતી મહિલાઓને ક્યાં ફળોના સેવનથી સાવચેતી રાખવી જોઇએ.
મહિલાઓએ ગર્ભાવસ્થાની દરમિયાન કાચુ પપૈયુ ન ખાવું જોઇએ.આવુ કરવાથી પ્રસવ ઝડપથી થવાની સંભાવનાઓ વધી જાય છે.જો કોઇપણ મહિલાને ગર્ભકાળનો ત્રીજો અથવા અંતિમ માસ ચાલી રહ્યો છે,તો તે ડોક્ટરનું સૂચન લઇને પપૈયુ ખાઇ શકે છે.તેમા વિટામીન-C અને બીજાં પણ પોષક તત્વો હોય છે,જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે.
ગર્ભાવસ્થાના છેલ્લાં ત્રિમાસિકનાં સમયગાળામાં મહિલાએ દ્રાક્ષનું સેવન કરવાનું ટાળવું જોઈએ.ખરેખર તે ગરમ હોય છે,જેના લીધે અકાળ વેદનાનો સામનો કરવો પડી શકે છે.
ગર્ભાવસ્થાનાં સમય દરમિયાન ગર્ભવતી મહિલાઓનો અનાનસનાં સેવનને ટાળવું જોઇએ.જો કે,પ્રેગ્નેન્સી દરમિયાન તેને ખાવાનું ટાળો તો ખુબ જ સારૂ છે,કારણ કે,તેના સેવનથી ખુબ જ જલ્દી પ્રસરવાની થવાની સંભાવના વધતી જાય છે.
ગર્ભવતી મહિલાઓએ તાજા ફળો અને લીલા શાકભાજીનું સેવન સતત કરવું જોઇએ.પ્રોટિનથી ભરપુર ભોજનનું સેવન પણ આવી મહિલાઓ માટે જ સારૂ રહે છે.મોટા અનાજ અને ચોખાનું સેવન ગર્ભકાળમાં જલવાઈ રહે છે.આની સિવાય તેઓ જે કંઇ ખાય એ વાતનું ધ્યાન રાખીને કે તેમા યોગ્ય માત્રામાં વિટામીન,પ્રોટીન અને બીજા ઘણાં પોષક તત્વો જરૂરથી સામેલ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news