આપણી કેટલીક રોજિંદા ટેવને લીધે, વૃદ્ધત્વના સંકેતો સમય પહેલા દેખાવા લાગે છે. અમે તમને આવી જ કેટલીક રોજિંદા ટેવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે સમય પહેલા જ વૃદ્ધ થઇ જાવ છો અને તમારે આ બધી જ ટેવને બદલવાની જરૂર છે. ચાલો તેમના વિશે જાણીએ…
આપણી સ્વાસ્થ્ય પર આપણી જીવનશૈલીની ખૂબ અસર પડે છે. દિનચર્યાની કેટલીક આદતો એવી છે કે જેના કારણે વૃદ્ધત્વનાં લક્ષણો સમય પહેલાં દેખાવા માંડે છે. અમે તમને આવી જ કેટલીક રોજિંદા ટેવો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે અને તમારે તેને બદલવાની જરૂર છે.
પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો-
જ્યારે આપણે સ્ટ્રોથી પીણું પીએ છીએ, ત્યારે આપણા હોઠની આસપાસ ખેંચ આવે છે. આનાથી ચહેરા પર અકાળ રેખાઓ અને કરચલીઓ આવે છે. ગ્લાસ અથવા કપમાં પીણું પીવું સારું રહેશે.
જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક –
જંક ફૂડમાં ઘણી ટ્રાંસ ફેટ, મીઠું અને ખાંડ હોય છે. તેમાં કોઈ પોષક તત્વો આવેલા હોતા નથી. જંક ફૂડ શરીરમાંથી કોલેજનની માત્રા ઘટાડે છે. કોલેજન ચહેરા પરની કરચલીઓ રોકે છે. પરંતુ સોડા અને કોલ્ડ ડ્રિંક્સ ચહેરા પર પણ બારીક રેખાઓ વધારે છે. જેના કારણે તમારા ચહેરા પણ કરચલીઓ આવે છે અને તમારા ચહેરા પર ફરક દેખાઈ આવે છે.
આલ્કોહોલનું વધુ પડતું સેવન-
કેટલાક અધ્યયન મુજબ, વૃદ્ધાવસ્થાના લક્ષણો એવા લોકોમાં જોવા મળે છે જેઓ વધુ આલ્કોહોલ પીવે છે. અતિશય આલ્કોહોલનું સેવન કરવાથી આંખોની નીચે કાળી ફોલ્લીઓ થાય છે આ સાથે કરચલીઓ અને ચહેરા પર ડિહાઇડ્રેશન પણ લાગે છે.
પેટ પર સૂવું (ઊંધું સુવું)-
સુવાથી શરીરને ઉર્જા મળે છે, પરંતુ જો તમે પેટ પર સૂઈ જાઓ છો તો તમેતમારામાં વૃદ્ધાવસ્થાના સંકેતો ઝડપથી વિકસવા લાગે છે. એક અભ્યાસ મુજબ પેટ પર સૂવાથી ચહેરા પર સીધો દબાણ આવે છે, જેના કારણે કરચલીઓ થવા લાગે છે. તેથી તમારી સુવાની રીતો બદલો.
પુરેપુરી ઊંઘ ક્યારેય ન લેવી-
નિંદ્રાના અભાવને લીધે ચહેરા પર સળવળીઓ ઝડપથી આવવા લાગે છે. નિંદ્રાના અભાવે તમારા આખા દિવસનું આખું રૂટીન બગડે છે. તેની અસર શરીર પર પણ પડે છે. યુનિવર્સિટી હોસ્પિટલ કેસ મેડિકલ સેન્ટરના અધ્યયનમાં, ચહેરા પર વધુ કરચલીઓ જોવા મળી છે જેને નિંદ્રા નથી આવતી. આ સાથે, તણાવ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle