પ્રેમના કોડ પુરા ન થતા પ્રેમી પંખીડાએ કેનાલમાં કૂદીને ટુંકાવ્યું જીવન- જાણો ક્યાં બની હિચકારી ઘટના

Published on Trishul News at 6:28 PM, Tue, 17 October 2023

Last modified on October 17th, 2023 at 6:28 PM

Young woman died by suicide in Surendranagar: હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વઢવાણમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 20 વર્ષના હર્ષદ નામના યુવક અને 20 વર્ષની લક્ષ્મી નામની યુવતીએ પ્રેમની વેદી પર આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્ને પ્રેમી પખીડા દૂધરેજની કેનાલમાં કૂદી ગયા હતા. જે બંન્ને એકબીજાને બાથ ભીડેલી હોય તેવી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે

યુવક-યુવતીએ કર્યો આપઘાત 
મળતી માહિતી મુજબ, વઢવાણ નજીક દૂધરેજ કેનાલમાં યુવક યુવતીએ બાથ ભીડીને ઝંપલાવ્યું હતું. જે બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને બહાર નીકાળીને પોસ્ટમોર્ટમ અર્થ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, યુવક-યુવતી ઓળખ અંગે તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, વઢવાણ દૂધની ડેરી નજીક નવા દરવાજા પાસે હર્ષદ મનોજ સીતાપર નામનો યુવક અને યુવતી તેની પડોશમાં રહેતી લક્ષ્મી પ્રહલાદ નંદેસરીયા છે.

પોલીસ હાથ ધરી તપાસ 
આ બંન્ને પ્રેમી પંખીડા ઘરેથી નાંસી છૂટ્યા હતાં. જે બંન્ને ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. જો કે, યુવક-યુવતીએ સજોડ કેનાલમાં પડતું મૂકી જીવન સંકેલી લીધું હતું, જો કે, બંન્નના મૃતદેહ કોહવાઈ ગયેલા હાલતમાં મળી આવ્યા હતા. જો કે, પોલીસ બંન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. સમગ્ર ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે.

Be the first to comment on "પ્રેમના કોડ પુરા ન થતા પ્રેમી પંખીડાએ કેનાલમાં કૂદીને ટુંકાવ્યું જીવન- જાણો ક્યાં બની હિચકારી ઘટના"

Leave a comment

Your email address will not be published.


*