એકલતાનો લાભ લઇ દિયર ભાભી સાથે માણી રહ્યો હતો શરીર સુખ, અચાનક જાગી ગયો પતિ અને…

Published on Trishul News at 6:19 PM, Tue, 17 October 2023

Last modified on October 17th, 2023 at 6:20 PM

Wife killed her husband with her lover In Madhya Pradesh: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી અને પછી તેને અકસ્માત ગણાવી મૃતકના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. લગભગ 18 દિવસ બાદ ચાર વર્ષના પુત્ર દ્વારા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે બાળકની વાતના આધારે મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ કરતાં હત્યાનું રહસ્ય બહાર આવ્યું હતું. પનિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના ધરોલી ગામમાં રહેતી મીરા (ઉંમર 23) નામની મહિલાને તેના દિયર (ઉંમર 22) સાથે અવૈધ સંબંધો હતા.

મીરા જ્યારે પણ તેના દિયરને મળવા બોલાવતી ત્યારે તે પહેલા દૂધમાં ઊંઘની ગોળીઓ ભેળવીને તેના પતિ શિવરાજ યાદવ (ઉમર 25)ને પીવડાવતી હતી. જ્યારે તેનો પતિ સુઈ જતો હતો ત્યારે દિયર ભાભી સાથે રંગરેલીયા મનાવતો હતો. 27 સપ્ટેમ્બરના રોજ પણ મહિલાએ તેના પતિને ઊંઘની ગોળીઓ વાળું દૂધ આપીને સુવડાવી દીધો હતો અને તેના દિયરને બોલાવ્યો હતો. પરંતુ તે દિવસે મહિલાના પતિને અચાનક ઊંઘ ઉડી જતા સમગ્ર ઘટનાનો પર્દાફાસ થઈ ગયો હતો.

મહિલા તેના દિયર સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો તે દરમ્યાન પતિ જાગી ગયો હતો. જ્યારે પતિએ તેની પત્નીને તેના દિયર સાથે જોઈ ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને વિરોધ નોંધાવ્યો. પરંતુ મીરાએ તેના પ્રેમી દિયર સાથે મળીને પહેલા તેના પતિના હાથ-પગ બાંધી દીધા અને પછી મોઢામાં કપડું ભરી દીધું. ત્યાર પછી, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ઇલેક્ટ્રિક વાયરથી વીજ કરંટ આપ્યો ત્યાં જ તેનું મોત થયું.

ઘટનાની ખાસ વાત એ છે કે, જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે શિવરાજનો 4 વર્ષનો દીકરો પણ સ્થળ પર હાજર હતો. શિવરાજના પિતાની ફરિયાદ અને પુત્રના નિવેદનના આધારે પોલીસે આ બાબતનો ખુલાસો કર્યો અને આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી.

માહિતી આપતાં એડિશનલ એસપી અમૃત મીણાએ કહ્યું કે, શિવરાજના પિતાને તેમના પુત્રનું મૃત્યુ સામાન્ય લાગતું ન હતું, તેથી તેમણે પોલીસને શંકા વ્યક્ત કરતી અરજી આપી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, તેણીને તેની પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને તેના પુત્રની હત્યા કરી હોવાની શંકા છે.

Be the first to comment on "એકલતાનો લાભ લઇ દિયર ભાભી સાથે માણી રહ્યો હતો શરીર સુખ, અચાનક જાગી ગયો પતિ અને…"

Leave a comment

Your email address will not be published.


*