આવતી કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 24મી તારીખે મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. બપોરે 12:40 વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે. 4:00 વાગ્યા સુધી લંચ બ્રેક અને ત્યારબાદ તેઓ બપોરે 4:30 વાગ્યે મહાત્મા મંદિર ગાંધીનગર જશે. રાત્રે 9:00 વાગ્યે રાજભવન પરત ફરશે.
રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે
બપોરે 12:40 વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે
04:00 વાગ્યા સુધી લંચ બ્રેક
04:30 વાગ્યે મહાત્મા મંદિર
રાત્રે 09:00 વાગ્યે રાજભવન પરત ફરશે
24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે
01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે
24મી તારીખે તેઓ બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોચશે. તેઓ બપોરે 01:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. 24 તારીખના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથે સાથે કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે.
મોટેરા સ્ટેડિયમ ખાતે ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓની કોરોના તપાસણી માટે ખાસ છાવણી સ્ટેડિયમ ખાતે જ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરમાં 400 પોલીસ જવાનો બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. 2 એસ.પી, 6 DYSP અને 15 પીઆઇ સહિત કુલ 400 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રી રોકાણ રાજભવનમાં કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle