ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર: સિંગતેલના ભાવમાં ધરખમ ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોચ્યો

Singtel Price: રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આમ ત્રણ દિવસમાં 40 રૂપિયા ભાવ ઘટ્યો છે. મહત્ત્વનું છે કે, આ વર્ષે 50 લાખ (Singtel Price) ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થાય એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લીધે સિંગતેલના ભાવમાં છેલ્લા ચાર વર્ષના તળિયે જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2300થી 2370 રૂપિયે વેચાઈ રહ્યો છે. આ પહેલાં 3200 રૂપિયે 15 કિલોનો ડબ્બો વેચાઈ રહ્યો હતો. દિવાળીથી અત્યારસુધી સિંગતેલના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આમ ત્રણ દિવસમાં 40 રૂપિયા ભાવ ઘટ્યો છે. મહત્ત્વનું છે કે, આ વર્ષે 50 લાખ ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થાય એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લીધે સિંગતેલના ભાવમાં છેલ્લા ચાર વર્ષના તળિયે જોવા મળ્યા છે.

પહેલાં 3200 રૂપિયે 15 કિલોનો ડબ્બો વેચાઈ રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અત્યારે સિંગતેલનો 15 કિલોનો ડબ્બો 2300થી 2370 રૂપિયે વેચાઈ રહ્યો છે. આ પહેલાં 3200 રૂપિયે 15 કિલોનો ડબ્બો વેચાઈ રહ્યો હતો. દિવાળીથી અત્યારસુધી સિંગતેલના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા ચાર વર્ષના સીંગતેલના ભાવ
જ્યારે છેલ્લા ચાર વર્ષના સિંગતેલના ભાવ જોઈએ તો 2021માં નવેમ્બર મહિનામાં 2300 ભાવ જોવા મળ્યો હતો. જેના બાદ સૌથી વધુ 2022માં ઓગસ્ટ મહિનામાં પ્રતિ ડબ્બે 32,00 રૂપિયા ભાવ થયો હતો જ્યારે તેના બાદ 1 વર્ષ પછી 2023માં ઓગસ્ટ મહિનામાં ઘટીને 3100 રૂપિયા થયો હતો. અને એ જ વર્ષમાં એક મહિનાની અંદર એટલે કે 2023માં 100 રૂપિયાનો ઘટાડો થતા અનુક્રમે સપ્ટેમ્બર મહિનામાં 3000 અને ઓક્ટોબર મહિનામાં 2900એ પંહોચ્યો હતો.

જેના બાદ સીંગતેલના ભાવ 2024માં નવેમ્બર મહિનામાં 2600એ પંહોચ્યો હતો. અને હવે 2025માં એપ્રિલ મહિનામાં પ્રતિ ડબ્બે સીંગતેલનો ભાવ 2300એ પંહોચ્યો છે. એકંદરે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થયો છે. ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ થાય છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતો ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી. જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા સીંગતેલનો ભાવ 1750 રૂપિયા હતો. અને હવે ફરી ધીરે ધીરે સીંગતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.