જાપાનના ઓસાકા શહેરમાં બનેલા એક કોફી હાઉસમાં જઈ લોકો ખાસ પ્રકારની કોફીની મજા માણે છે. જો કે આ આનંદ લેવો બધા માટે શક્ય નથી કારણ કે અહીં કોફીના એક કપની કીમત હજારો રૂપિયા છે. જી હાં જાણીને નવાઈ લાગશે પરંતુ અહીં 22 વર્ષ જૂની કોફીમાંથી બનતી ખાસ કોફીના એક કપની કીમત 65 હજાર રૂપિયા છે. આ દુનિયાની સૌથી જૂની અને મોંઘી કોફી છે. જો કે આ કોફીનો સ્વાદ એક ભુલના કારણે એટલો સ્વાદિષ્ટ થઈ ગયો કે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે.
આ કોફી હાઉસનું નામ મંચ હાઉસ છે જે દુનિયાનું એકમાત્ર કોફી હાઉસ છે જ્યાં બે દાયકા જૂની કોફીને તાજી સર્વ કરવામાં આવે છે. આ કૈફેના માલિકનું માનવું છે કે એક સમયે તે આઈસ કોફી વેંચતા હતા. તે કોફીને ઠંડી કરવા માટે ફ્રીઝમાં રાખતા જેથી તે ઝડપથી બની જાય. પરંતુ એકવાર તે કોફીના પેકેટ્સને ફ્રીઝમાં રાખી ભુલી ગયા. આ કોફી દોઢ વર્ષ સુધી ત્યાં જ પડી રહી. જ્યારે આ કોફી પેકેટ્સ પર તેનું ધ્યાન ગયું તો તેને ફેંકતા પહેલા તેણે તેમાંથી કોફી તૈયાર કરી. તેને ચેક કરવું હતું કે આ કોફીના સ્વાદમાં શું ફેરફાર થયા છે.
તનાકાના જણાવ્યાનુસાર દોઢ વર્ષ પછી પણ આ કોફી પીવા લાાયક હતી. તેમાં એક અલગ પ્રકારની સુગંધ આવવા લાગી અને સ્વાદ પણ અલગ હતો. ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે કોફીને વર્ષો સુધી સ્ટોર કરી રાખશે અને પછી જ તેનો ઉપયોગ કરશે. કોફીને સ્ટોર કરવા માટે તેણે લાકડાનું એક બેરલ બનાવ્યું અને તેમાં કોફીને સ્ટોર કરી. તેમણે કોફીને 10 વર્ષ સુધી સ્ટોર કરી તો તેનો સ્વાદ એક સીરપ જેવો હતો. ત્યારબાદ તેણે કોફીને 20 વર્ષ માટે સ્ટોર કરી તો તેનો સ્વાદ આલ્કોહોલ જેવો થઈ ગયો. જો કે આ સ્વાદ લોકોને પસંદ પણ પડ્યો.
તનાકા કોફીના બીને પીસી અને એક કપડામાં રાખે છે. ત્યારબાદ તેના પર ગરમ પાણી નાંખવામાં આવે છે. આ ટેકનીકથી કોફીનું પહેલું ટીપું પડે તેમાં 30 મિનિટનો સમય લાગી જાય છે. પરંતુ આ કોફીમાંથી જે સ્વાદ આવે છે તે લોકોની દાઢે વળગે છે. આ રીતે કોફીની કડવાસ દૂર થાય છે અને તેનો સ્વાદ ચોકલેટી અને આલ્કોહોલ જેવો થઈ જાય છે.
2 દાયકા પહેલા સ્ટોર કરેલી કોફીને બેરલમાં લાગેલા નળમાંથી કાઢવામાં આવે છે. જો કે સામાન્ય માણસ માટે આ કોફી પીવી શક્ય નથી. પરંતુ કેટલાક સ્વાદના શોખીનોને આ કોફીનો સ્વાદ એટલો પ્રિય છે કે તે તેના માટે હજારો રૂપિયા ખર્ચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.