ટામેટા ખાવા પડશે મોંઘા, આટલા રૂપિયાનો થયો વધારો; જાણો શાકભાજીનો લેટેસ્ટ ભાવ

Vegetable Prices increst: રાજ્યમાં મોંઘવારી આકાશને આંબી ગઈ છે. વરસાદને કારણે સમગ્ર ગુજરાત રાજ્યના બજારમાં કેટલાક શાકભાજીના ભાવોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. પરંતુ ફરી ગરમી વધતા ટામેટાના ઉત્પાદનમાં અસર થઇ છે જેના કારણે ટામેટાનો ભાવ આસમાને વધારો (Vegetable Prices increst) થયો છે. રિટેલ બજારમાંથી તેનો ભાવ 160 થી 180 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો છે.

ત્યારે ચાલો જાણીએ સુરત સહીત અમદાવાદ વડોદરામાં શાકભાજીનો ભાવ શું ચાલી રહ્યો છે અને આ ભાવ વધારો તમારા મહિનાના બજેટ પર કેવી અસર કરશે. સુરતની બજારમાં બટાકાનો ભાવ પ્રતિ કિલોએ 30 રૂપિયા ચાલી રહ્યો છે. જયરે ડુંગરીનો ભાવ 45 રૂપિયા છે. ટામેટાની વાત કરીએ તો સુરતના બજારમાં ટામેટાનો ભાવ 180 રૂપિયા પ્રતિ કિલો છે.

જયારે અન્ય શાકભાજીની વાત કરીએ તો રીંગણ 30 રૂપિયા, તુવેર 120 રૂપિયા, લીંબુ 130 રૂપિયા, આદુ 120 રૂપિયા, કોથમીર 40 રૂપિયા તેમજ સુકું લસણ 370 રૂપિયા કિલો છે. સુરતમાં દરેક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સામાન્ય ઘર્મો વધુ ઉપયોગમાં લેવાતા ડુંગરી, બટાકા અને ટામેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ પર અસર પડશે.

સુરત સહીત અમદાવાદમાં પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં બટાકાની કિમંત 26થી 32 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગરીની વાત કરીએ તો અમદાવાદની બજારમાં ડુંગરીની કિંમત 38થી 52 રૂપિયા છે. જયારે ટામેટા 67થી 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. રીંગણ 23થી 35 રૂપિયા, તુવેર 57થી 70 રૂપિયા, લીંબુ 57 થી 80 રૂપિયા, આદુ 42થી 45 રૂપિયા તેમજ સુકું લસણ 225 થી 300 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે.

વડોદરાની વાત કરીએ તો વડોદરા શાકમાર્કેટમાં પણ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વડોદરામાં બટાકાનો ભાવ 50 રૂપિયા કિલો છે, ડુંગરીની વાત કરીએ તો ડુંગરીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. ટામેટા 120 રૂપિયા કિલો છે, તેમજ રીંગણ 60 રૂપિયા કિલો છે. અન્ય શાકભાજીની વાત કરીએ તો ભીંડા 60 રૂપિયા, આદુ 120 રૂપિયા, લીંબુ 120 રૂપિયા તેમજ કોથમોર 150 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. જો મોંઘવારી વધશે તો આની સીધી અસર સામાન્યના માણસના ખિસ્સા પર પડશે.