ગુજરાત ATSનું ગૌરવ: 1500 કરોડના ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી કરાશે સન્માનિત 

Published on Trishul News at 11:58 AM, Thu, 2 November 2023

Last modified on November 2nd, 2023 at 12:00 PM

ગુજરાતના ગૌરવની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડની(Gujarat ATS) ટીમને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ગત વર્ષે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે ભારતની દરિયાઈ સીમામાં ઘૂસે તે પહેલાં જ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

આશરે 1500 કરોડનું ડ્રગ્સ પકડવાની સાથે મૂળ પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના અને ભારતના વિવિધ શહેરમાં રહેતા નાગરિકોની સંડોવણી સામે આવી હતી. ખૂબ જ ચોકસાઈ અને કુનેહપૂર્વક ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની દિશામાં ATSની ટીમનો આ ચોટદાર પ્રહાર હતો.

આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડ માટે ગુજરાત ATSના(Gujarat ATS) DIGની ટીમની પસંદગી કરવામાં આવી. જેમાં DIG શ્રી દીપેન ભદ્રન, SP શ્રી સુનિલ જોશી તથા ઓપરેશનમાં સામેલ ટીમના સભ્યોને સન્માન જાહેર કરાયું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ડ્રગ્સ કેસમાં એક મહિલા પોલીસકર્મીની પણ અગત્યની ભૂમિકા રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ DIG દીપેન ભદ્રન Extraordinary intelligence skills મેડલથી સન્માનિત થઇ ચુક્યાં છે. એટલું જ નહીં કોસ્ટગાર્ડે DIG દીપેન ભદ્રન અને SP સુનીલ જોશીને ICG કમેન્ડેશન (પ્રશંસા) એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. આમ, આ એવોર્ડને પગલે ગુનાખોરી ડામવા માટે સક્રિય પોલીસ વિભાગનો અને ખાસ કરીને ગુજરાત ATSની(Gujarat ATS) ટીમનો જુસ્સો વધ્યો છે.

Be the first to comment on "ગુજરાત ATSનું ગૌરવ: 1500 કરોડના ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી કરાશે સન્માનિત "

Leave a comment

Your email address will not be published.


*