છતરપુર જિલ્લાના એક મંદિરના પૂજારીએ મંગળવારે સમાધિ લીધી હતી. તેણે સૌપ્રથમ ગ્રામજનોને 6 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યું. આ પછી તેણે પોતે તેમાં સૂઈને ગામલોકોને ઉપરથી માટી નાખવા કહ્યું. તેમણે ગ્રામજનોને કહ્યું કે, ખાડા પર લોખંડની પ્લેટો મૂકે છે. આ પછી 2 ફૂટ સુધી માટી નાખો અને 5 ઘડા પણ રાખો. જો કે, જ્યારે તેની માહિતી પોલીસ સુધી પહોંચી, ત્યારે પોલીસ ટીમ સાથે તરતજ ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂજારીને ખાડામાંથી બહાર કાઢ્યા હતા.
આ ઘટના છતરપુર નજીકના ગોરૈયા ગામની છે. 60 વર્ષીય બાબા નારાયણ દાસ કુશવાહ અહીંના સિદ્ધ બાબા મંદિરમાં પૂજા કરે છે. મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે તેણે મંદિર પરિસરમાં સમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ત્યાં ખોદવામાં આવેલા 6 ફૂટ ઊંડો, 10 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો ખાડો પડ્યા હતા.
View this post on Instagram
તેણે ગ્રામજનોને કહ્યું કે હું ખાડામાં સૂઈ જાવ પછી તરત મને સંપૂર્ણપણે ઢાંકી દો. એક દિવસ પછી 29મીએ બપોરે 1.40 વાગ્યે જ્યારે હું અવાજ આપું તો મને બહાર લઈ કાઢજો. ત્યારબાદ બાબા ખાડામાં સૂઈ ગયા પછી, તેમણે પૂજા કરી અને લોખંડની પ્લેટ મૂકીને ખાડાને સંપૂર્ણપણે માટીથી બંધ કરી દીધો.
તહસીલદાર સંધ્યા અગ્રવાલ ત્યાં પહોંચ્યા અને પોલીસની મદદથી બાબાને ખાડામાંથી બહાર કાઢ્યા. જ્યારે પોલીસની ટીમે માટી હટાવી તો તેમને અંદર પુજારી પડેલો જોવા મળ્યો હતો. તેના માથા પાસે એક દીવો બળી રહ્યો હતો. ત્યારબાદ તેમને બહાર કાઢીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.