BREAKING NEWS: કોરોનાની ત્રીજી લહેર અંગે વડાપ્રધાન મોદીએ બોલાવી તાબડતોડ હાઈલેવલ બેઠક- આ મોટા મુદ્દાઓ પર થશે ચર્ચા

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ મંગળવારે એટલે કે આજે એક મહત્વની બેઠક બોલાવી છે. સમાચાર મળી રહ્યા છે કે આ મહત્વની બેઠકમાં વડાપ્રધાન…

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ મંગળવારે એટલે કે આજે એક મહત્વની બેઠક બોલાવી છે. સમાચાર મળી રહ્યા છે કે આ મહત્વની બેઠકમાં વડાપ્રધાન મોદી ત્રીજી લહેરને લઈને કરવામાં આવી રહેલી તૈયારીની સમીક્ષા કરી શકે છે.  સ્વાસ્થ્ય મંત્રાલય, કેબિનેટ સચિવ અને નીતિ આયોગ પણ આ મહત્વની બેઠકમાં સામેલ થઈ શકે છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવી હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આજે એટલે કે મંગળવારે બપોરે 3.30 વાગે થનારી મહત્વની બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિ પર મહત્વની ચર્ચા અને કોરોનાની ત્રીજી લહેરને લઈને સમીક્ષા કરવામાં આવી શકે છે. ગત જુલાઈ મહિનામાં જ વડાપ્રધાન મોદીના કેબિનેટમાં મોટો ફેરફાર થયો હતો. આ દરમિયાન સ્વાસ્થ્ય સહિત અનેક મોટા મંત્રીની જવાબદારી બદલાઈ ગઈ હતી. જેને જોઇને આ બેઠક અતિ મહત્વની માનવામાં આવી રહી છે. જાણકારો પહેલા જ એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર સૌથી વધારે નાના બાળકોને અસર કરશે.

ગૃહ મંત્રાલય તરફથી એક મહત્વની એક્સપર્ટ પેનલ બનાવવામાં આવેલ છે. જેને સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચે ત્રીજી લહેર આવવાનું શક્યતાઓ વ્યક્ત કરી હતી. નેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયાર કરવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ જણાવતા કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો પર ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. જો વધારે પડતા બાળકો સંક્રમિત થશે તો ડોક્ટર, વેન્ટિલેટર્સ, એમ્બ્યૂલન્સ વગેરેની સુવિધામાં ઘટ પડી શકે છે.

PM કાર્યાલયને પહોંચાડવામાં આવેલી રિપોર્ટમાં જોવા મળ્યું છે કે, ભારતમાં અત્યાર સુધી ફક્ત 7.6 % લોકોનું પૂર્ણ રસીકરણ થયું છે અને જો  રસીકરણ દર નહીં વધે તો ત્રીજી લહેરમાં રોજમાં 6 લાખ કેસ આવી શકે છે. એપ્રિલ મેમાં બીજી લહેર દરમિયાન દેશમાં મેડિકલની અસુવિધા સર્જાણી હતી. મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યો ત્રીજી લહેરની તૈયારીમાં લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *