કોરોનાનો ત્રાસ ભારતમાં અમેને અમે જ છે. દરેક ભારતીયો લોકડાઉનનો અમલ કરી ઘરમાં જ કેદ છે. સામાન્ય નાગરિક પોતાના ઘરમાં બંધ થઇ ગયા છે અને લોકો સાથે વાત કરવાનું એક માત્ર સાધન ફોન અને સોશિયલ મીડિયા છે. એવા સમયમાં જ્યારે સમગ્ર દેશ પોતાના જૂના મિત્રો સાથે વાત કરીને લોકડાઉનમાં સમય પસાર કરી રહ્યા છે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ છેલ્લાં કેટલાંક દિવસથી પોતાના મિત્રો સાથે વાત કરવા લાગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ જનસંઘના દિવસના પોતાના જૂના સાથીઓ સાથે વાતચીત કરી છે, જેમની સાથે તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી.
ઉત્તરાખંડના વરિષ્ઠ ભાજપ પાર્ટીના નેતા મોહન લાલ બૌઠિયાલ (76 વર્ષ) ને બુધવાર સવારના 8.26 વાગ્યે ફોન આવ્યો જ્યારે તેઓ ઉત્તરાખંડમાં પૌડી જિલ્લાના દુગ્ગડા બ્લોક સ્થિત પૈતૃક ગામ એતામાં પોતાના ઘઉંના ખેતરની તરફ જઇ રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી કાર્યાલયમાંથી કોલ આવતા તો થોડીક જ સેકન્ડમાં બીજા છેડેથી પ્રધાનમંત્રીનો અવાજ સાંભળી તેઓ ભાવ-વિભોર થઇ ગયા, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને પૂછયું કે કેવું ચાલી રહ્યું છે. મોદીએ અંદાજે ત્રણ મિનિટ સુધી પોતાના જૂના સાથી સાથે વાતચીત કરી.
તેમણે આ અંગે વાતચીત કરી કે કેવી રીતે 1998મા તેમની મુલાકાત બદ્રીનાથમાં ભાજપના પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં થઇ હતી અને ત્યારબાદ 2014મા ઉત્તરાખંડના શ્રીનગર (ગઢવાલ)માં એક ચૂંટણી સભામાં મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બૌઠિયાલને જણાવતા કહ્યું કે તેમણે દેશમાં સંકટના આ સમયમાં જનસંઘના દિવસોના પોતાના જૂના સાથીઓ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો છે અને આ નાતે તેમની સાથે વાત કરી રહ્યા છે. બોઠિયાલ 1960મા જનસંઘમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ 1970માં જનતા પાર્ટી અને 1980માં ભાજપ સાથે જોડાયા. ઉત્તર પ્રદેશથી અલગ ઉત્તરાખંડ રાજ્ય બન્યા બાદ બૌઠિયાલ પાર્ટીના કેટલાંય મહત્વપૂર્ણ પદો પર રહ્યા.
બૌઠિયાલ સિવાય પ્રધાનમંત્રીએ હાલમાં જ ભાજપના કેટલાંય બીજા નેતાઓને ફોન કરીને તેઓના હાલચાલ પૂછયા હતા. આ પહેલાં બુધવારના રોજ પીએમે યુપીના કુશીનગર જિલ્લામાં રહેતા પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ ઉર્ફે ભુલઇ ભાઇ સાથે ફોન પર વાત કરી. 106 વર્ષના શ્રીનારાયણ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીને ભાવવિભોર થઇ ગયા. આ વાતચીતમાં પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે તેમના આશીર્વાદ લેવા માટે તેમને આટલા દિવસ બાદ ફોન કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાનો ફોન કરી આભાર માન્યો. રત્નાબાપા એ જ વ્યક્તિ છે જેમણે પીએમ કેયર્સ ફંડમાં 51,000 રૂપિયા દાન આપ્યું હતું. 17 એપ્રિલના રોજ રત્નાબાપાએ જાતે જૂનાગઢ જિલ્લા કલેકટરની ઓફિસે જઇ આ રકમ ડીએમને સોંપી હતી. પીએમને દાનની આ રકમની માહિતી મળતા જ રત્નાબાપાને ફોન કરી આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news