સોશ્યિલ મીડિયા પર નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બન્યાની ખુશીમાં 2 કરોડ યુવાનોને મફત લેપટોપ વિતરણ કરશે તેવો મેસેજ ફરી રહ્યો છે.ભ્રામક સંદેશો આપતી પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો યુવાનો સફળતાપૂર્વક ફ્રી લેપટૉપ માટે અરજી કરી ચૂક્યા છે.
ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વખત આ મેસેજ સર્કુલેટ કરવામાં આવ્યો છે. આ સંદેશાની સાથે અલગ-અલગ જગ્યાઓ પર જુદીં-જુદી વેબસાઇટની લિંક આપવામાં આવી છે.વૉટ્સએપના માધ્યમથી ત્રિશુલ ન્યૂઝના 100 કરતા વધારે વાચકોએ આ જ સંદેશ મોકલ્યો છે. તેમાં મોટાભાગના સંદેશોમાં modi-laptop.saarkari-yojna.in વેબસાઇટની લિંક આપવામાં આવી છે.

આ વેબસાઇટ પર જતા તેનાં હોમ-પેજ પર નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળે છે જેની સાથે લખ્યું છે ‘વડા પ્રધાન મફત લેપટૉપ વિતરણ યોજના- 2019’.તેની એકદમ નીચે એક ટાઇમ કાઉન્ટર આપવામાં આવ્યું છે કે જે બતાવે છે કે આ કથિત યોજનાના આવેદન માટે કેટલો સમય બચ્યો છે.પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક બોગસ યોજના છે.વાઇરલ મેસેજમાં લેપટૉપ વિતરણનો જે દાવો કરવામાં આવ્યો છે તેવી કોઈ યોજના નરેન્દ્ર મોદી કે તેમની સરકાર દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આવા મેસેજ મોકલીને અને વેબસાઈટ બનાવીને કોને ફાયદો?
આવી વેબસાઇટ્સને બનાવનારા લોકોનો પહેલો ઉદ્દેશ મોટાપાયે લોકોનો ડેટા એકઠો કરવાનો હોય છે અને તેનાથી પૈસા બનાવવાનો હોય છે. આવી વેબસાઇટ લોકોની નામ, ઉંમર, સ્થળ અને મોબાઇલ નંબર જેવી સામાન્ય જાણકારીઓ મેળવી લે છે અને પછી તેને એકત્રિત કરીને કોઈ માર્કેટિંગ એજન્સીને વેચે છે.
આ માર્કેટિંગ એજન્સીઓ બૅન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ સહિત અન્ય સેવાઓ આપતી કંપનીઓને આ ડેટા આપે છે. ત્યારબાદ સર્વિસ પ્રોવાઇડર પોતાના ટાર્ગેટના હિસાબે પોતાના ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.
ઘણા બધા લોકો પોતાના નામ અને ફોન નંબર શૅર કરવાને ગંભીર વાત માનતા નથી. પરંતુ તેમાં ઘણું જોખમ છે. લોકોની માહિતી એકત્રિત કરવી એ કોઈ મોટી જાળમાં ફસાવવા માટેનું પહેલું પગલું હોઈ શકે છે. તેથી આવી કોઈ બોગસ વેબસાઈટમાં પોતાની માહિતી ના આપવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.