આ રાજ્યમાં હવે 5-5 નાયબ મુખ્યમંત્રી રાજ્યનો વહીવટ કરતા જોવા મળશે, જાણો વધુ

આંધ્રપ્રદેશમાં જગન રેડી ની પાર્ટી એ હાલમાં જ લોકસભા ચૂંટણી સાથે-સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ ટોટલ ૧૭૫ માંથી ૧૫૧ સીટો પર જીત હાંસલ કરી છે. પ્રથમ…

આંધ્રપ્રદેશમાં જગન રેડી ની પાર્ટી એ હાલમાં જ લોકસભા ચૂંટણી સાથે-સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ ટોટલ ૧૭૫ માંથી ૧૫૧ સીટો પર જીત હાંસલ કરી છે.

પ્રથમ વખત આંધ્ર પ્રદેશ ના મુખ્યમંત્રી જગનમોહન ની કેબિનેટ કમિટીમાં પાંચ નાયબ મુખ્યમંત્રી સાથે રાજ્યનો વહીવટ કરતા જોવા મળશે. રાજ્યના પાંચ અલગ-અલગ ક્ષેત્રો જેમકે રાયલસીમા, પ્રકાશસમ, કૃષ્ણ, ડેલ્ટા, ગોદાવરી અને વિલાજના 5 નાયબ મુખ્યમંત્રી સાથે કામ કરશે. સમાચાર રિપોર્ટ અનુસાર બધા જ નાયબ મુખ્યમંત્રી અલગ અલગ ક્ષેત્રના જોવા મળશે.

જેની અંદર ST, SC ,પછાત વર્ગ, કલ્પસમુદાય અને કાપુ સમાજ માંથી એક એક નેતા નાયબ મુખ્ય મંત્રી તરીકે બનાવવામાં આવશે.

જગન ની પાર્ટીએ હાલમાં જ થયેલી લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૭૫ સીટોમાંથી ૧૫૧ સીટો પર જીત મેળવી છે. અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પાર્ટીએ 102થી લઈને 23 સીટો માં જ પૂરું થઈ ગયું હતુ. કૉંગ્રેસને 49.9 ટકા વોટ મળ્યા હતા. જયારે ટીડીપીને ને માત્ર 39.2 ટકા વોટ મળ્યા હતા. તેની સાથે સાથે વાઈએસઆર કોંગ્રેસને રાજ્યની 25 લોકસભા સીટો પરથી 22 પર જીત મેળવી હતી.

શપથ ગ્રહણ સમારોહ પછી જગને વૃદ્ધાવસ્થા પૅન્શન માં એક હજાર રૂપિયાથી વધારીને ત્રણ હજાર રૂપિયા કરવાનો નિર્ણય કર્યો હતો અને દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.સાથે સાથે આના મુખ્યમંત્રીએ આ વર્ષે 15 ઓગસ્ટ સુધી ‘ગામ સચિવાલયસ’ માં કામ કરવા માટે ચાર લાખ ગામ લોકોની નિયુક્તિ કરવામાં આવી હતી. રેડ્ડીએ કહ્યું હતું કે દરેક કામદારને નોકરી મળે ત્યાં સુધી પ્રતિમહીનો 5 હજાર રૂપિયા મળવા પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *