ભરૂચમાં હવસખોર પ્રિન્સિપલે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

Bharuch Rape Case: ભરૂચ જિલ્લાથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલના એક પ્રિન્સિપલએ સ્કૂલમાં જ એક પૂર્વ વિદ્યાર્થીની સાથે કથિત રીતે દુષ્કર્મ (Bharuch Rape Case) કર્યો અને ફરાર થઈ ગયો. બળાત્કાર કરવાના આરોપમાં પોલીસે સ્કૂલ પ્રિન્સિપલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

પોલીસે રવિવારના રોજ આ ઘટનાની જાણકારી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘટના ત્યારે બની હતી જ્યારે પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીની પોતાની શાળાએ આવી હતી. પ્રિન્સિપલએ વિદ્યાર્થીની સાથે સ્કૂલમાં જ દુષ્કર્મ કર્યું અને ફરાર થઈ ગયો.

પહેલા પણ પ્રિન્સિપલએ વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું
પોલીસ કર્મીઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રિન્સિપલએ આ પહેલા પણ યૌન શોષણ કર્યું હતું. તે 2021 માં પ્રાઇવેટ સ્કૂલમાં દસમા ધોરણની વિદ્યાર્થીની સાથે થયું હતું. તે સમયે પ્રિન્સિપલ વિરુદ્ધ છોકરીએ કેસ નોંધાવ્યો ન હતો કારણ કે તેણે આરોપીને ચૂપ રહેવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીનીએ ડરને લીધે કોઈને જણાવ્યું ન હતું. તે જ્યારે સ્કૂલના પાછી આવી તો પ્રોગ્રામમાં પ્રિન્સિપલે ફરીથી આવી હરકત કરી હતી.

એસપીએ કહી આ વાત
આ કેસ વિશે પોલીસ અધિકારી વી એસ વણઝારા એ જણાવ્યું કે આરોપી પ્રિન્સિપલ કમલેશ રાવલ વિરુદ્ધ પ્રાથમિક કેસ નોંધવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે પ્રિન્સિપાલે 1 ડિસેમ્બર 2024ના રોજ છોકરી સાથે કથિત રીતે બળાત્કાર કર્યો હતો, જ્યારે બધા વિદ્યાર્થીઓ સંમેલન માટે ભેગા થયા હતા.

છોકરીએ પોતાના માતા પિતાને તેના વિશે વાત કરી હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. વણઝારાએ જણાવ્યું કે ખૂબ ઓછા સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે અને પૂછપરછ બાદ આ ઘટના સાબિત થશે તો તેને કડકમાં કડક સજા કરવામાં પણ આવશે.