રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાંથી એક કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં શુક્રવારે એક કેદીની અચાનક તબિયત લથડતી હતી. તેની તબિયત લથડતાની સાથે જ તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો, અને જાણવા મળ્યું કે તેણે તેના ખાનગી ભાગમાં મોબાઈલ છુપાવ્યો હતો. આ પછી તેને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
હકીકતમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક દોષિત કેદી શુક્રવારે સવારે હંમેશની જેમ જેલ ઉદ્યોગમાં કામ કરવા ગયો હતો. ત્યારબાદ તે બપોરે મુખ્ય જેલમાં પાછો ફર્યો હતો. તેની તબિયત અચાનક ત્યાં જ બગડી ગઈ. તબિયત લથડતાં તેને જેલના દવાખાનામાં દાખલ કરાયો હતો જ્યાંથી તેને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં રિફર કરાયો હતો.
મળતી માહિતી મુજબ, ઉદ્યોગ શાળામાં કામ કરતી વખતે દોષિત કેદીએ તેના ખાનગી ભાગમાં ત્રણ મોબાઈલ મુક્યા હતા અને તે આ મોબાઇલને મુખ્ય જેલમાં લઈ જવા માંગતો હતો. પરંતુ મુખ્ય જેલમાં પ્રવેશ્યા બાદ ત્રણેય મોબાઇલ કેદીના ખાનગી ભાગમાં અટવાઈ ગયા હતા અને બહાર નીકળ્યા નહીં, આને કારણે તેની તબિયત લથડતી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હાલમાં મથુરાદાસ માથુર હોસ્પિટલમાં કેદીનું ઓપરેશન કરીને કેદીના શરીર માંથી મોબાઈલ બહાર કાઢવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મોબાઈલ લઇ જવા અને અંદર કેદીઓને આપવા માટે મોટી રકમ મળે છે, તેથી તેઓ આટલું જોખમ લે છે.
આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ જેલ પ્રશાસને પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે કેદીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પેટમાં દુખાવો થયો છે એમ કહીને કંઈપણ કહેવાની ના પાડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en