હાલમાં દિવસેને દિવસે અકસ્માતના કેસોમાં ભારે વધારો જોવા મળે છે. મોટા ભાગના અકસ્માતો હાઈવે પર જોવા મળે છે. આ દરમિયાન હજી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં બાઈક ચાલકને બચાવવા જતા બસ પલટી મારી ગઈ.
જિલ્લાના સરુપગંજ થાણા વિસ્તારમાં આજે એક મોટો અકસ્માત જોવા મળ્યો હતો. અહીં બાઇક ચાલકને બચાવવા ખાનગી કંપનીની બસ બેકાબૂ થઇ પલટી ખાઈ ગઈ હતી. અને ત્યાં હોબાળો મચી ગયો હતો.
બસ પલટી જતા બસના ઘણા મુસાફરો ફસાયા હતા, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસે બસ સવારને સલામત બહાર કાઢવામાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ બસમાં ઘણા મુસાફરો હતા.
ઘટનાની જાણ થતાં જ સરુપગંજ થાનાપ્રભારી છગનલાલ ડાંગી જબ્તેની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કોશિશ શરૂ કરી હતી. તે જ સમયે, મુસાફરોને સમયસર બહાર કાઢ્યા તેથી મોટો અકસ્માત ટળી ગયો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle