સુરતીલાલાઓ રહેજો સાવચેત! ઉત્તરાયણને લઇ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું -આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ

કોવિડ-19નો નવો સ્ટ્રેન અત્યારે જોવા મળ્યો છે તે સમયે કોવિડ-19 કાળમાં રાજ્ય સરકાર તરફથી મળેલી કેબિનેટ બેઠકમાં હાલ ચાલુ વર્ષે પતંગોત્સવ રદ્દ કરવા માટેની ગઇકાલે જાહેરાત કરી હતી. તે સમયે રાજ્યનાં સુરત શહેરને લઇને ઉતરાયણ માટે અધિલ જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું છે.

સુરત શહેરમાં ઉતરાયણને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડેલ જાહેરનામું અનુસાર ચાઇનીઝ બલૂન તેમજ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. જાહેરનામામાં અનુસાર ચાઇનીઝ બલૂન અથવા દોરીનું કોઇએ વેચાણ અથવા ખરીદી કરવી નહીં.

કોઇને જાનને જોખમ થાય એમ પતંગ ઉડાડવા નહીં. આ જાહેરનામું 16 જાન્યુઆરીનાં દિવસ સુધી અમલમાં રહેશે. અત્યારે કોવિડ-19 વૈશ્વિક બિમારીને લઇને લોકો ઘરની બહાર નીકળતા પણ અત્યારે ખચકાઇ છે. તે સમયે રાજ્યમાં કોવિડ-19ને લઇને સાવચેતીનાં પગલા રુપે તહેવારો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું
આ પહેલા રાજકોટ પોલીસ કમિશ્રરે પણ ઉત્તરાયણને લઇને જાહેરનામું બહાર પાડ્યું હતું. એમાં ચાઇનીઝ દોરી તેમજ બલૂન પર પ્રતિબંધ મૂક્યો હતો. આની સાથે જાહેરમાં ઘાસચારાનાં વેચાણ પર પણ પ્રતિબંધ મુક્યો હતો. આની સાથે ઉત્તરાયણનાં રોજ લોકોને ધાબા પર લાઉડસ્પીકર પણ વગાડવા માટેની પણ મંજૂરી આપી નથી. લોકોએ ધાબા પર કોરોના ગાઇડ લાઇનનાં બધા નિયમનું પાલન કરવું જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં બધા પતંગોત્સવ રદ્દ કરાયા
ગુજરાત રાજ્યમાં અત્યારે કોવિડ-19 વાયરસની મહામારીને લીધે રાજ્યમાં આવનારા માસ યોજાનારા બધા પતંગોત્સવ રદ્દ કરાયા હતા. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં આ વિશેનો નિર્ણય લીધે હતો. કેબિનેટ બેઠકમાં અલગ અલગ શહેર તેમજ જિલ્લામાં યોજાનારા પતંગોત્સવ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ્દ કરવામાં આવ્યા છે.

ઉત્તરાયણનાં પર્વને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું
અમદાવાદીઓ તેમજ ગુજરાતીઓને મનપસંદ પર્વ ઉત્તરાયણ નજીક આવે છે. તે સમયે ઉત્તરાયણનાં તહેવારને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણને લઇને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલનાં ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. તો ચાઈનીઝ દોરાનાં વેચાણ તેમજ એનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વધારેમાં અમદાવાદ શહેરમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કર્યો છે. વાયર પર લંગર, બંબુ, લોખંડનાં ઝંડા નાંખવા પર પ્રતિબંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *