સુરતમાં પ્રાઈવટ બસ બની બેફામ: ડ્રાઈવર 7થી 8 વાહનોને ઉડાવતો આવ્યો; એકનું મોત

Surat Accident: સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસના ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયાની આશંકા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને (Surat Accident) તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

ડ્રાયવર નશાની હાલતમાં હોય તેવા આક્ષેપો
સુરતમાં ખાનગી લકઝરી બસનાં ચાલક દ્વારા લકઝરી બસને પુર ઝડપે હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ડ્રાયવર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કનૈયા ટ્રાવેલ્સની બસનાં ચાલક દ્વારા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ બસ ગુંદા જામનગરથી સુરત આવી રહી હતી. તે દરમ્યાન અકસ્માતની ઘટના બનવા પામી હતી.

1નું મોત
કનૈયા ટ્રાવેલ્સની બસનાં ચાલક દ્વારા વાહનોને અડફેટે લેતા 1નું મોત નિપજ્યા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા લકઝરી બસ ચાલકને ઉભો રાખી તેની પૂછપરછ હાથ ધરતા લકઝરી બસનો ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ સ્થાનિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો.