Diu Hotel News: જો તમે દીવમાં વેકેશન કે ફરવા માટે જતા હોવ તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વના છે. દીવ પોલીસે હોટલમાં સ્પાઇ (Diu Hotel News) કેમેરા લગાવીને રૂમમાં રહેલા વ્યક્તિની અંગત પળો કેમેરામાં કેદ કરવાના આરોપસર હોટલ સંચાલક અને મેનેજર અને અન્ય એક યુવતી મળીને ત્રણ વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી મળેલા મોબાઇલમાં અશ્લિલ કહી શકાય તેવા અનેક વિડીયો પણ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
દીવની હોટેલમાં ગુપ્ત કેમેરાથી અંગત પળોનું રેકોર્ડિંગ
દીવ પોલીસે હોટેલ કેશવમાં પ્રવાસીઓની અંગત પળોના રેકોર્ડિંગ કરવા માટે લગાવવામાં આવેલા સ્પાઇ કેમેરા સાથે લીઝ પર હોટેલ રાખનાર સંજય અને મેનેજર અલ્તાફની સાથે હોટેલમાં મસાજ માટે રાખવામાં આવેલી એક યુવતી મળીને કુલ ત્રણ વ્યક્તિની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. દીવ પોલીસને 25 ડિસેમ્બરના રોજ ઇન્ટેલિજન્સ મારફતે આ પ્રકારની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. જેમાં તપાસ કરતા સમગ્ર મામલો સેક્સટોર્સન સુધી પહોંચતો જોવા મળતા પોલીસે આજે બે પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે.
ત્રણે આરોપીઓ પૈસા પડાવવા માટે રચ્યું કારસ્તાન
દીવ જિલ્લા પોલીસવડા સચિન યાદવે સમગ્ર મામલામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, હોટેલ લીઝ પર લેનાર સંજય રાઠોડ અને મેનેજર તરીકે કામ કરતા અલ્તાફની સાથે મસાજ માટે રાખવામાં આવેલી એક યુવતી હોટલમાં આવતા ગ્રાહકોને ફસાવીને તેમની અંગત પળોનું રેકોર્ડિંગ કરી જે તે વ્યક્તિ પાસેથી પૈસાનો તોડ કરતા હોવાનું સામે આવ્યું છે.
દીવ પોલીસે સંજય અને અલ્તાફના બંને મોબાઈલ કબજે કરીને તપાસ કરતા તેમાંથી 20 થી 25 જેટલા પ્રવાસીઓના અંગત પળોના વિડીયો મળી આવ્યા હતા. જે સ્પાઈ કેમેરા થકી હોટલના રૂમની અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં મસાજ માટે રાખવામાં આવેલી યુવતી ગ્રાહકોને ફસાવીને તેમની સાથે અંગત પળો માણતી હતી. જેનું રેકોર્ડિંગ ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં ખૂબ જ ગુપ્ત રીતે ફીટ કરેલા સ્પાઈ કેમેરા દ્વારા સમગ્ર રેકોર્ડિંગ થતું હતું.
જિલ્લા પોલીસ વડાએ પ્રવાસીઓને કરી અપીલ
દીવ જિલ્લા પોલીસ વડા સચિન યાદવે જે લોકો હોટલ કેશવ માં પાછલા સમય દરમિયાન રોકાયા છે. તેમને પોલીસનો સહકાર આપવા અપીલ પણ કરી છે. જે લોકો હોટલ કેશવમાં ગોરખધંધાના સમય દરમિયાન રોકાયા હતા. તેમને પોલીસ દ્વારા વિક્ટમ પ્રોટેક્શન એક્ટ મુજબ પોલીસ તેમને સાક્ષી બનાવીને પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સહકાર આપવા વિનંતી પણ કરી છે. પાછલા 6 મહિનાથી આ પ્રકારના ગોરખધંધા દીવની હોટલ કેશવમાં ચાલી રહ્યા હતા. જેમાં છેલ્લા એક મહિનાથી સેક્સટોર્સનનું કામ પણ થતું હતું. જેમાં અનેક લોકોને આ ત્રિપુટીએ ફસાવ્યા હોવાની વિગતો પણ પોલીસને મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App