આટલા વર્ષે પ્રિયંકાએ કર્યો સૌથી મોટો ખુલાસો… આ કારણે પ્રિયંકા ચોપરાએ છોડ્યું હતું બોલીવુડ

Priyanka Chopra revealed Why She left Bollywood: મોડેલથી બોલિવૂડ સ્ટાર બનેલી અને બોલિવૂડ સ્ટારમાંથી હોલીવુડ(Hollywood)ની સેલિબ્રિટી અભિનેત્રી પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આજે વિશ્વની ટોચની 20 સેલિબ્રિટીઓમાં…

Priyanka Chopra revealed Why She left Bollywood: મોડેલથી બોલિવૂડ સ્ટાર બનેલી અને બોલિવૂડ સ્ટારમાંથી હોલીવુડ(Hollywood)ની સેલિબ્રિટી અભિનેત્રી પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) આજે વિશ્વની ટોચની 20 સેલિબ્રિટીઓમાં સામેલ છે. તેણીએ સમગ્ર વિશ્વમાં ઘણી વખત દેશનું નામ રોશન કર્યું છે. ભલે પ્રિયંકાએ બોલીવુડ છોડી દીધું હોય, પરંતુ આજે પણ દેશમાં તેના ચાહકોની કોઈ કમી નથી. ઘણા વર્ષો પછી હવે પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ છોડીને હોલીવુડમાં કામ કરવા પાછળનું કારણ જણાવ્યું છે. તેણે આપેલું કારણ સાંભળીને તેના ભારતીય ચાહકો ચોંકી જશે.

પ્રિયંકા ચોપરાએ ગઈકાલે રાત્રે તેના પોડકાસ્ટ આર્મચેર એક્સપર્ટ પર ડેક્સ શેફર્ડ પર વાત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાની કારકિર્દીના ખરાબ તબક્કા વિશે ખુલીને વાત કરી હતી. તેણે બોલિવૂડ છોડીને હોલિવૂડમાં આવવાનું કારણ પણ જણાવ્યું. પ્રિયંકાએ આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેને બોલિવૂડમાં ઈચ્છિત કામ નથી મળી રહ્યું. કારણ કે અહીંના કેટલાક લોબીસ્ટ સાથે તેના સંબંધો બગડી ગયા હતા.

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, જ્યારે તે બોલિવૂડમાંથી હોલીવુડમાં ગઈ ત્યારે શરૂઆતમાં તેનો હેતુ સિંગિંગ કરિયર બનાવવાનો હતો. તેણે અમેરિકામાં ગાયક તરીકે કામ શરૂ કર્યું. વર્ષ 2012 માં, તેણે તેનું પહેલું અંગ્રેજી ગીત ઇન માય સિટી લોન્ચ કર્યું. આ ગીતમાં તેની સાથે ઈન્ટરનેશનલ સિંગર પીટબુલ પણ હતો.

પ્રિયંકાએ પોતાની મ્યુઝિક કરિયર અમેરિકામાં કામ ન કરવા અંગે પણ વાત કરી હતી. અભિનેત્રીએ તે તમામ ગાયકોના નામ આપ્યા હતા જેમની સાથે તેણીએ કામ કર્યું હતું અને કહ્યું હતું કે જ્યારે તેણીની ગાયકીની કારકિર્દી સારી રીતે ચાલી રહી ન હતી ત્યારે તેણીને સમજાયું કે અભિનય તેના માટે શ્રેષ્ઠ છે. પછી કોઈએ તેને અભિનય વિશે સલાહ પણ આપી અને સખત મહેનત પછી અભિનેત્રીને થોડા સમયમાં ‘ક્વોન્ટિકો’ જેવી સીરીઝમાં મુખ્ય ભૂમિકા મળી.

આ વાતચીતમાં પ્રિયંકાએ બોલિવૂડમાં ચાલી રહેલી આંતરિક રાજનીતિ વિશે પણ વાત કરી હતી. તેણીએ કહ્યું કે તે આ વિશે પ્રથમ વખત વાત કરી રહી છે કારણ કે તે આ વાતચીતમાં આરામદાયક અનુભવી રહી છે. તેણીએ કહ્યું, “મને ઇન્ડસ્ટ્રી (બોલીવુડ) માં બાજુ પર રાખવામાં આવી હતી. લોકો મને કાસ્ટ કરતા ન હતા, હું લોકો સાથે ઝઘડો કરતી હતી, મને આ પ્રકારની રમત કેવી રીતે રમવી તે ખબર નથી તેથી હું તેમની રાજનીતિથી કંટાળી ગઈ હતી. અને મેં નિર્ણય કર્યો. મારે વિરામની જરૂર છે.”

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા ઘણા વર્ષો પછી બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા પણ હશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાના અહેવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *