ગુજરાતમાં કૃષિ સહાય માટે ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. જેમાં સરકારે ખેડૂતોને ફક્ત 1 માસનો જ સમય આપ્યો હતો. પાક નુકશાન વેઠી ચૂકેલા રાજ્યભરના 56,35,961 ખેડૂતોમાંથી 14,50,048 ખેડૂતો એટલેકે 25 ટકા ખેડૂતો જ તારીખ 15 ડિસેમ્બર સુધીના છેલ્લા 15 દિવસમાં ઓનલાઇન અરજી કરી શક્યા છે. હાલ બાકીના 15 દિવસોમાં 75 ટકા એટલેકે 41.85 લાખ જેટલા ખેડૂઓએ અરજી કરવાની છે. જે આંકડો જોતા ખુબ મોટો લાગે છે.
ગામડાઓમાં નેટ-સર્વર ખૂબ જ ધીમા ચાલતા હોવાથી ફોર્મ ભરવાની કામગીરી ખુબ ધીમી ગતિએ ચાલી રહી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આખો-આખો દિવસ લાંબી લાઇનોમાં ઉભા રહેવા છતાંય મોડી સાંજ સુધી ફોર્મ ભરી ન શકાવાની સ્થિતિમાં મોટાભાગના ખેડૂતોએ વીલા મોઢે ઘરે પરત ફરવાની ફરજ પડી રહી છે. અને છેવટે થાકી ખેડૂતો ઘરે ચાલ્યા જતા હતા.
ગુજરાતમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું અને કમોસમી વરસાદ સહિતની આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને સહાય માટે ગુજરાત રાજ્ય સરકારે ‘કૃષિ સહાય પેકેજ‘ જાહેર કરીને જે તે ગ્રામ પંચાયતોમાં જ ઓનલાઇન ફોર્મ ભરાવવાનું ચાલુ કરાવ્યું હતું. જેમાં સર્વર ધીમું ચાલતા હોવાથી અરજદાર ખેડૂતો ભારે દુખો ભોગવી રહ્યા છે. લાંબી લાઇનો, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની વેઠ વચ્ચે ગ્રામપંચાયતોમાં છાસવારે ગેરહાજર રહેતા સ્ટાફ વચ્ચે ખેડૂતોએ ભારે અગવડતા ભોગવવાનો વારો આવ્યો હતો.
ગુજરાતના અમદાવાદ જિલ્લાના મોટાભાગના ગામોમાં ખેડૂતો ફોર્મ ભરવામાં હાલાકી ભોગવી રહ્યા છે. વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતાંય નંબર ન આવવો કે કલાકો બાદ નંબર આવવો , એક ધક્કામાં કામ ન થવા સહિતની પરેશાનીઓ ઉઠાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગ્રામપંચાયતોમાં વીસી મોટાભાગે ગેરહાજર રહેતા હોવાથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ખોરંભાતી હોય છે. કામે મોડા આવવા, રિશેષમાંથી મોડા સુધી પરત ન આવવું તેમજ સાંજે અંધારૂ થઇ ગયાનું જણાવીને કોમ્પ્યુટરનું શટર વહેલું બંધ કરી દેતા હોવાની વ્યાપક ફરિયાદો ગામડાઓથી ઉઠવા પામી છે.
આ મામલે આક્રોશ દેખાડતા ખેડૂતોનું કહેવું છે કે ગ્રામપંચાયતોમાં નેટ સર્વર, કોમ્પ્યુટરના કોઈ ઠેકાણા નથી. અનુભવી સ્ટાફ જોવા મળતો નથી તેવામાં સરકારે કૃષિ સહાય માટે ફક્ત ગ્રામપંચાયતોમાંથી ઓનલાઇન ફોર્મ ભરવાનો આગ્રહ રાખ્યો છે. તે બાબત ગ્રામપંચાયતના સ્ટાફ અને ખેડૂતો બંને માટે મુશ્કેલી સર્જી રહી છે.
રાજ્યના ટોટલ 18,272 ગામડાઓમાંથી 56 લાખથી વધુ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવાની હોય અને તે માટે સમય પણ એક માસનો અપાયો હોય ત્યારે સર્વર પાવરફુલ હોવું જરૂરી છે. તે સિવાય ફોર્મ ભરવાનું કામ શક્ય નથી. છેલ્લા 15 દિવસમાં ફક્ત ૨૫ ટકા જ ખેડૂતો ફોર્મ ભરી શક્યા છે. તે સાબિત કરી છેકે ખેડૂતો કેટલી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અરજીફોર્મની હાર્ડ કોપી સ્વીકારવામા આવે, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેમજ ગ્રામપંચાયત સિવાય પણ સાઇબર કાફેમાંથી પણ ઓનલાઇન અરજી કરી શકાય તેવા વિકલ્પો ખેડૂતોના હિતમાં આપવાની માંગણી ઉઠવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.