ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમો જાણે નેવે મૂકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડ ના કારણે તો ક્યાંક વાહનની ટેકનિકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય. ત્યારે જૂનાગઢ(Junagadh)ના ભેસાણ રોડ(Bhesan Road) પર એક અકસ્માત બનવા પામ્યો છે.
બંનેના કરુણ મોત:
ત્યારે આવો જ ગોજારો અકસ્માત જૂનાગઢના ભેસાણ રોડ પર બનવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, જૂનાગઢના ભેસાણ રોડ પર ગઈકાલે એક કાળમુખા ડમ્પર ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લેતા બાઈક પર સવાર ખાનગી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું મોત થયું હતું.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ:
મહત્વનું છે કે, હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, જુનાગઢ-ભેસાણ રોડ પરથી ખાનગી કોલેજના પ્રોફેસર અમોલક ઊભદિયા અને વિદ્યાર્થી પાર્થ વેકરીયા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારતા બંને રસ્તા પર ઢળી પડ્યા હતા.
ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત:
જેને કારણે કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતા બંનેના ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડી દેવામાં આવ્યા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.