Gujarat Corruption: રાજકોટના ટીઆરપી ગેમઝોન કાંડમાં પોલીસ તપાસમાં જવાબદાર અનેક અધિકારીઓની સંડોવણી ઉપરાંત અપ્રમાણસર મિલકત પર બહાર આવી છે. હવે સરકાર ભ્રષ્ટ બાબુઓની અપ્રમાણસર મિલકતોનો કબજો કરવા નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. જેમાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતા જ સરકાર તમામ સંપતિ જપ્ત કરી શકશે. સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારની(Gujarat Corruption) અસંખ્ય ફરીયાદો મળી છે. આવા અધિકારીઓ અનેક કિંમતી જમીનો અને ફાર્મ હાઉસમાં રોકાણ કરતા થઇ ગયા છે. આવા અધિકારી સામે આવક કરતા વધુ સંપતિનો કેસ દાખલ થયા બાદ તેમની અપ્રમાણસર મિલકત જપ્ત કરવા માટે લાંબી કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. આ બિલ પાસ થયા બાદ એક વખત કેસ દાખલ થાય પછી તરત જ સરકાર કથિત અપ્રમાણસર મિલકત જપ્ત કરી શકશે. તેમજ તેની જામીન માટે પણ આકરા નિયમો આવશે.
વિશેષ કોર્ટ ઊભી કરવાની તાકીદ
મોટી સંખ્યામાં વ્યક્તિઓ ગુના કરવામાં સામેલ થાય છે અને ગુના કરવાના પરિણામે તેમના કાયદેસરના સ્ત્રોતો સિવાયની આવકમાંથી મોટા પ્રમાણમાં મિલકત એકઠી કરે છે. તેઓ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ વધારવા માટે આવી મિલકત અને મિલકતમાંથી થયેલી આવકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. (તેઓ) ફોજદારી કાર્યરીતિ અને મિલકતની જપ્તીમાં થતાં વિલંબને લીધે, આવી વ્યક્તિઓને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ મળે છે. જેનાથી ફોજદારી ન્યાય વ્યવસ્થા (તંત્ર) પર પ્રતિકૂળ અસર પડે છે. તેથી, ફોજદારી કેસની તપાસ સાથે સંકળાયેલી હોવાનું જણાયેલી ઉપર જણાવેલી મિલકતોની ઝડપી જપ્તી માટે એક વિશેષ કોર્ટ ઊભી કરવાની તાકીદની જરૂરિયાત છે.
વિશેષ કાયદો હોવો જરૂરી
આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે રાજ્યની ઉપરોક્ત કાનૂની અથવા નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખીને, આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ વિરુદ્ધ મિલકતોની જપ્તી માટેની કાર્યવાહીઓ કરવા માટે વિશેષ કોર્ટની રચના કરવા માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી હોવાનું અનુભવાયું છે. આ વિધેયકથી, ઉપર્યુક્ત ઉદેશો સિદ્ધ કરવા માટે, સદરહુ અધિનિયમ નિયમિત કરવા ધાર્યું છે.
ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી સામે લેવાશે કડક પગલા
ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ અને કર્મચારી સામે હવે ગુજરાત સરકાર કડક પગલા લેશે,આ બાબતને લઈ મોન્સૂન સત્રમા બિલ ગૃહમાં પસાર કરવામાં આવશે ભ્રષ્ટાચાર કરી રહેલા અધિકારીઓ સામે ગાળિયા કસવામા આવશે,SP કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે કરશે તપાસ સાથે સાથે આરોપી કે તેના સગાના નામે ખરીદેલી મિલકતો હશે તેને જપ્ત કરવામાં આવશે,તો ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરાશે.
ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે કરો કાર્યવાહી
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App