Surat Hotel News: સુરતમાં આજકાલ ના ગોરખ ધંધાઓ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. જેમ જેમ પોલીસને બાતમીઓ મળે છે તેમ રોજબરોજ પોલીસ ઘટના સ્થળ (Surat Hotel News) પર રેડ કરી ત્યાંથી આરોપીઓને પકડી પાડે છે. અને મહિલાઓને મુક્ત કરાવે છે. આવી જ એક ઘટના ઉત્રાણ વિસ્તારમાં સામે આવી છે. આ વિસ્તારની પનવેલ હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો.
ક્યાં પોલીસે રેડ પાડી નવ ગ્રાહકો અને સાત યુવતીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગતો આ પ્રમાણે છે. જોની ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડિયા, જે હોટલ માલિક છે. કાર્તિક દિલીપભાઈ કેવડિયા, વિજયસિંહ ઉર્ફે કાનો અઢી સિંગ પરમાર, જે પણ હોટલ માલિક છે. શિવમ અમૃત ગજેરા જે દલાલ છે, ભાવના રામચંદ્ર પાટીલ જે પણ દલાલ છે, સચિન દિનેશભાઈ ગજેરા, ધાર્મિક કિરણભાઈ લખાણી, કિશન રસિકભાઈ સાવલિયા, ધવલ સંજયભાઈ હપાણી, અંશુ હરેશભાઈ વાઘાણી વગેરે લોકો આ હોટલ કાંડમાં ઝડપાયા હતા. આ ઉપરાંત પારસ બુધાભાઈ પરમાર, કૃણાલ છગનભાઈ કેવડીયા આ બંને વ્યક્તિ હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.
રેડ દરમિયાન પોલીસે રિસેપ્શન કાઉન્ટરના ખાનામાંથી રોકડા રૂપિયા 57000 તથા કોન્ડમ નંગ 40 જબત કર્યા હતા. આ રેડ દરમિયાન પોલીસે મોબાઈલ કાર સહિત કુલ 11 લાખ 52 હજારની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ દેહ વ્યાપાર અને ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને ભારતમાં શરણ આપવાને લગતા કાયદા ભંગની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App