Shivpuran Katha News: ઉત્તર પ્રદેશ સ્થિત મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન લગભગ ચાર થી પાંચ મહિલાઓ ના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે. જનાબાદ મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં (Shivpuran Katha News) સારવાર કે ખસેડવામાં આવી છે. શિવ મહાપુરાણ ની કથા છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે. આ મહાપુરાણ કથા મેરઠના પરતાપુર મેદાનમાં આયોજિત કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર આજે મહાશિવપુરાણ કથાનો છેલ્લો દિવસ હતો. આ દુર્ઘટના કથા મંડપના એન્ટ્રી ગેટ પર થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ટ્રીગેટ પર મોટી સંખ્યામાં ભક્તો હોવાને લીધે હંગામો મચી ગયો હતો, ત્યારબાદ ધક્કા મૂકી થતાં મહિલાઓ એકબીજા પર પડી ગઈ હતી. અચાનક અવ્યવસ્થા સર્જાયા બાદ ત્યાં ભાગદોડ થઈ હતી. જેમાં મહિલાઓ દુઃખથી ચીચીયારીઓ પાડી રહી હતી. પરિસ્થિતિ બગડતા આજુબાજુ ઉભેલા લોકોએ પોલીસને જાણકારી આપી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા સ્થળ પર હાજર થયા હતા.
#BreakingNews UP मेरठ से बड़ी खबर, मेरठ में महापुराण कथा के दौरान मची भगदड़, मेरठ में पंडित प्रदीप मिश्रा की कथा में मची भगदड़, कई महिलाओं और बुजुर्गों के दबने की खबर #Meerut #UttarPradesh @meerutpolice @Uppolice #Meerut #Katha #Stampede #Accident #Pradeepmishra pic.twitter.com/nVJ6tsres0
— Monu Lodhi 🇮🇳 (@monu_lodh) December 20, 2024
પ્રવેશ દ્વાર પર ભીડ હોવાને કારણે બની દુર્ઘટના
પ્રારંભિક જાણકારીમાં એ સામે આવ્યું છે કે છેલ્લા દિવસે પોલીસ તરફથી સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા ન હતા. સ્થળ પર રહેલા લોકોએ જાતે જ પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરી હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમાંથી બે મહિલાઓની સ્થિતિ અત્યંત ગંભીર હતી. જ્યારે અન્ય મહિલાઓ જોખમથી બહાર છે. પરિસ્થિતિ સંભાળવા માટે આજુબાજુના ગામમાંથી આવેલા લોકોની મદદ લેવામાં આવી હતી.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ની ટીમો સ્થળ પર પહોંચી ત્યારબાદ પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી. જોકે હજુ સુધી પોલીસ અધિકારીઓ તરફથી આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવેલ નથી. જાણકારી અનુસાર એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ રસ્તાઓ બનાવેલા હતા પરંતુ ભીડ વધારે હોવાને લીધે તમામ લોકો એન્ટ્રી ગેટમાંથી જ એક્ઝિટ થવા લાગ્યા હતા, જેના કારણે આ ઘટના બની હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App