જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ રદ કર્યા બાદ ફરી એક વખત કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી કરીને કાશ્મીરમાં ઉપદ્રવ મચાવનારા પથ્થરબાજો ને તમાચો માર્યો છે મળતી માહિતી અનુસાર નેશનલ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ઉમર અબ્દુલ્લા, મહેબૂબ મુફ્તી ફરીથી સકંજામાં લેવાયા છે.
નાગરિક સુરક્ષા કાયદા અંતર્ગત બન્નેને ડિટેઇન કરાયા.
કોઈ કાર્યવાહી વગર ત્રણ મહિના સુધી રહેવું પડશે અટકાયત હેઠળ. ડાબેરીઓનું સમર્થન કરવાના આરોપસર કાર્યવાહી કરવાાંઆ આવી છે. નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિને કોઇ પ્રકારની કાર્યવાહી કર્યા વગર અટકાયતમાંં લઈ શકાય છે અને ત્રણ મહિના સુધી અટકાયત હેઠળ રાખી શકવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે આ બન્ને નેતાઓ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના નેતાઓ કલમ 370 રદ થયા બાદ નજરકેદ કરવામાં આવ્યા હતા અને ધીરે ધીરે મોટાભાગના નેતાઓ એ બોર્ડ પર સહી કરીને છુટકારો મેળવ્યો હતો કે, તેઓ કોઈ એવી પ્રવૃત્તિમાં સામેલ નહીં થાય કે જેનાથી પ્રદેશની શાંતિ ડહોળાય. મળતી માહિતી અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટે આ બંને નેતાઓને અટકાયતમાં લેવા માટેના આદેશ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.