વડોદરામાં PSIએ દારૂ ઢીંચી 3 વાહનને ઉડાવ્યા, કારમાંથી મળી વિદેશી બોટલો; જુઓ વિડીયો

Vadodara PSI Accident News: વડોદરામાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મી અકસ્માત સર્જી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છાણી GSFC બ્રિજ (Vadodara PSI Accident News) પર રોંગ સાઈડમાં કાર ચલાવતા એક PSI એ બીજી કારને ટક્કર મારી અને એક બાઇક ચાલકને પણ ટક્કર મારી. પીએસઆઈ વાય.એમ. પઢિયારે દારૂ પીધેલી હાલતમાં આ અકસ્માત કર્યો હતો.

તેની કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ વાય.એમ. પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે આ અંગે રાજપીપળા જિલ્લા પોલીસ વડાને જાણ કરી છે.

જાણવા મળ્યું છે કે PSI પઢિયાર હાલમાં રજા પર હતા અને બોટાદ સ્થિત તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. જોકે, સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

PSIને લોકોએ રોક્યા તો ઝપાઝપી કરી
વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની અંદર દારૂની બોટલો પડેલી છે અને કેટલાક યુવકો બોલતા જોવા મળે છે કે, કારમાં ફૂલ દારૂ ભરેલો છે. આ સમયે નશામાં રહેલો PSI ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે. એક યુવક કહે છે કે, મને અડશો નહીં, તમે મારી એક્ટિવાને ઠોકી છે. આ સમયે પીએસઆઇ ઉભો થઈને આગળ જાય છે તો લોકો તેને રોકે છે. આ સમયે પીએસઆઇ એ એક યુવક સાથે ઝપાઝપી કરી હતી.