ખેડૂતો એટલી હદ સુધી કંટાળ્યા કે તેમણે મંત્રીને સ્ટેજ પર જ જાહેરમાં ડુંગળીનો હાર પહેરાવી દીધો, જુઓ વિડિયો

Farmer Viral Video: મહારાષ્ટ્રની નવી ફડણવી સરકારમાં કેબિનેટ મંત્રી નીતિશ રાણીને એક કાર્યક્રમમાં ખેડૂતોના ગુસ્સા નો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં નાસિકના ચિરાઈ ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા કેબિનેટ મંત્રી નિતેશ રાણે મંચ પરથી લોકોને (Farmer Viral Video) સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર ચડેલા એક ખેડૂતે તેમને ડુંગળીનો હાર પહેરાવી દીધો. હા જોઈ પોલીસે ખેડૂતની ધરપકડ કરી.

જણાવી દઈએ કે સોમવારના રોજ નાસિકના ચિરાઈ ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા નીતિશ રાણી ને ડુંગળીનો હાર પહેરાવી દીધો હતો. ચિરોઈ ગામમાં સંત નિવૃત્તિ નાથ મહારાજના પાદુકા દર્શન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

મંચ પર મંત્રી નિતેશ રાણીને પહેરાવ્યો ડુંગળીનો હાર
આ જોઈ કેબિનેટ મંત્રી નિતેશ રાણે પોલીસને કહ્યું કે ખેડૂતને રોકો તેમની સમસ્યાને અમે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંભળશું. જોકે જ્યાં સુધી પોલીસ સ્ટેજ પર પહોંચે એટલી વારમાં તો તેણે મંત્રીને ડુંગળીનો હાર પહેરાવી દીધો. તે જોતા જ પોલીસ ગરમી હોય તેની ધરપકડ કરી હતી.

ડુંગળીની કિંમતમાં ઘટાડાને લીધે ખેડૂતો નારાજ
છેલ્લા દસ દિવસમાં ડુંગળીની કિંમતમાં ₹2,000 પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો થયો હતો. એના લીધે ખેડૂતોમાં નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી પર સરકારનો ટેક્સ લગાવવાનો નિર્ણય ખોટો સાબિત થયો છે. તેના લીધે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેમણે ચેતવણી પણ આપી છે કે સરકાર ટૂંક સમયમાં કોઈ પગલાં નહીં લે તો તેમનું આંદોલન વધારે ગતિમાન બની છે.