ભારતી બાપુ બ્રહ્મલીન- થોડા દિવસ પહેલા જ લીધી હતી કોરોના રસી

ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય શ્રી ભારતી બાપુ (Mahamandleshwar Bharti Bapu) 93 વર્ષની વયે અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં મધ્યરાતે 2:30 કલાકે બ્રહ્મલીન થયા છે. બાપુના બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતા જ સંત સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાપુના અંતિમ દર્શન અમદાવાદમાં વારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શનનો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયા છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.

તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભારતીબાપુને શ્રદ્ધાંજલિ અર્પી

અમદાવાદમાં સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતીબાપુ 93 વર્ષની વયે ગઈકાલ મોડી રાત્રે 2: 30 કલાકે બ્રહ્મલીન થયા છે.મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ નામ હતું. ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો.

અમિત શાહએ ટ્વીટ કરી ભારતીબાપુને શ્રદ્ધાંજલિ અર્પી

93 વર્ષની વયે મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા છે જે બાદ સંત સમાજમાં શોકની લાગણી છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો.

પૂ.ભારતી બાપુ 93 વર્ષના હતા. તાજેતરમાં જ 2 એપ્રિલના રોજ બાપુના 93માં જન્મદિનની શાનદાન ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરખેજ આશ્રમ ખાતે એક કાર્યક્રમ યોજવામાં પણ આવ્યો હતો જેમાં સંતો અને ભક્તોની હાજરીમાં બાપુને ફૂલહાર કરી અને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું.

ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.​​​​​​​

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *