ગુજરાતમાં ફરીએકવાર હોસ્પિટલની ભૂલનું પરિણામ પરિવારને ભોગવવું પડ્યું: દીકરો લાઈનમાં ઉભો હતો અને પિતા…

સરકારી હોસ્પિટલોમાં અંદર શું થાય છે એ તો ભગવાન જાણે, પણ અંદર ભારે અફરાતરફી મચેલી હોય છે. વહીવટી સ્ટાફમાં અંદરોઅંદર કોઈ પ્રકારનું સંચાલન હોતુ નથી.…

સરકારી હોસ્પિટલોમાં અંદર શું થાય છે એ તો ભગવાન જાણે, પણ અંદર ભારે અફરાતરફી મચેલી હોય છે. વહીવટી સ્ટાફમાં અંદરોઅંદર કોઈ પ્રકારનું સંચાલન હોતુ નથી. બહાર દર્દીના સ્વજનો ચિંતા કરતા રહે છે, પણ અંદર દર્દીના શું હાલચાલ છે તે ખબર પડતી નથી. આ દરમિયાન વારંવાર સ્વજનોના પૂછવા છતા પણ દર્દી અંદર કેવી હાલતમાં છે તે ખબર પડતી નથી.

આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. એક પુત્ર સમરસ હોસ્ટેલમાં દાખલ પોતાના પિતા સાથે વાત કરવા લાઈનમાં ઉભો હતો. પિતા મળશે તો જ્યુશ આપીશ તેવા હેતુ સાથે તે જ્યુશની બોટલ લઈને આવ્યો હતો. પરંતુ તેને  ક્યાં ખબર જ હતી કે, તેના પિતાનું કલાકો પહેલા અવસાન થઈ ગયું છે. ગુજરાતમાં ખૂણેખાંચરે હાલ આવા અનેક કિસ્સા બની રહ્યાં છે. સ્વજનોને ખબર જ નથી હોતી કે, તેમના દર્દીઓ ક્યાં અને કેવી હાલતમાં સારવાર લઈ રહ્યાં છે. અનેક કિસ્સાઓમાં દર્દીઓ મૃત્યુ પણ પામે છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના ગોકુલ પાર્કમાં રહેતા હિમાંશુ અગ્રાવતના પિતા બાબુલાલ અગ્રાવતને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પુત્ર ઘરે પરત આવી ગયો હતો. બીજા દિવસે હિમાંશુ અગ્રાવત અને તેમના પત્ની પિતાને મળવા સિવિલ હોસ્પિટલ ગયા હતા. તેમની ખબર પૂછવા અને તેમને જ્યુસ આપવા તેઓ હોસ્પિટલના પાછળના ગ્રાઉન્ડમાં વીડિયો કોન્ફરન્સ માટે કરાયેલા કંટ્રોલ રૂમ પાસે લાઈનમાં ઉભા રહ્યા હતા.

આ દરમિયાન ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમનો વારો આવ્યો હતો અને તેમણે પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. દોઢ કલાક વિત્યા બાદ પણ તેમનો પરિવારના મોભી સાથે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. આ દરમિયાન થોડી જ વારમાં કાઉન્ટર ઉપરથી પણ કહી દેવાયું હતું કે, બાબુલાલ અગ્રાવત નામનું દર્દી સિવિલ હોસ્પિટલમાં મળી રહ્યું નથી એટલા માટે થોડી વાર રાહ જોવી પડશે.

લાંબી રાહ જોયા બાદ પણ પિતા સાથે સંપર્ક ન થઈ શકતા પુત્રને શંકા ગઈ હતી. પરંતુ આ દરમિયાન પુત્રના હાથમાં એક વીડિયો આવ્યો હતો. જેમાં તેણે જોયુ કે, સમરસ હોસ્ટેલમાં મારા પિતાના શરીરને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ તરત સમરસ હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યાં તેમના પિતા બાબુલાલ અગ્રાવત મૃત્યુ પામ્યા હતા. આ જાણીને અગ્રાવત પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, બાબુલાલ અગ્રાવતે એમ્બ્યુલન્સની અંદર જ દમ તોડ્યો હતો. આ મામલે તપાસ કરતાં પુત્રને જાણવા મળ્યું કે, શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ અમારી જાણ બહાર પિતાને બીજી હોસ્પિટલ એટલે કે સમરસ હોસ્પિટલમાં ઑક્સિજન વગરની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન સમરસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મારા પિતાનું અવસાન થયું હતું. પુત્રએ વ્યથા ઠાલવતા કહ્યું કે, અમને હોસ્પિટલ તરફથી કે સમરસ દ્વારા કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત સિવિલ દ્વારા પણ મારા પિતાને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી રહ્યાની જાણ કરવામાં આવી નહોતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *