શ્રદ્ધાંજલિ: 14 ફેબ્રુઆરીનો એ કાળો દિવસ: જ્યારે આખો દેશ રડ્યો હતો, જાણો વિગતે

Pulwama Attack: આજથી છ વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ બપોરે લગભગ ત્રણ વાગે જમ્મુ કશ્મીરના પુલવામાં માં એક એવો આતંકવાદી હુમલો થયો હતો. જેણે સમગ્ર દેશને હલાવી (Pulwama Attack) દીધો હતો. જયેશ મોહમ્મદ ના આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર્ક એ વિસ્ફોટકોથી ભરેલી ગાડીથી સીઆરપીએફના દાખલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ વધારી હતી કારણ કે આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનનો હાથ હતો.

કઈ રીતે બની હતી પુલવામાં ઘટના?
હુમલા ના દિવસે જમ્મુથી શ્રીનગર જઈ રહેલ સીઆરપીએફના દાખલામાં 78 બસ હતી. જેમાં લગભગ 2500 જવાનો સવાર હતા. અચાનક, પુલવામાં જિલ્લાના અવંતીપુરા વિસ્તારમાં જયેશ એ મહંમદ ના આતંકવાદી એ વિસ્ફોટકો થી ભરેલી કાર ને કાકલાની બસ સાથે અથડાવી હતી. અથડામણ થતાની સાથે જબરદસ્ત ધમાકો થયો જેનાથી બસના ચિઠડા ઊડી ગયા હતા. આ ધમાકાની ગુંજ દૂર દૂર સુધી સંભળાય હતી અને ચારેય બાજુ ધુમાડો અને કાટમાં ફેલાયો હતો.

જવાનોની શહીદી અને રાષ્ટ્રીય શોક
હુમલાના તરત બાદ ઘાયલ જવાનોને નજીકના આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ ઘણા જવાનો ઘટના સ્થળે જ શહીદ થયા હતા. સમગ્ર દેશમાં આ કાયર હુમલાને લઈને આક્રોશ ફેલાઈ ગયો હતો. શહીદોના પાર્થિવ શરીર ને વાયુ સેનાના વિશેષ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા હતા, જ્યાં પાલમ એર બેઝ પર તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પૂર્વ ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સેનાના ઉચ્ચ અધિકારી અને અન્ય મહાનુભાવો ત્યાં હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ હુમલાને લઈને શોક વ્યક્ત કર્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ રીતે ભારતે લીધો પુલવામાં હુમલા નો બદલો
આ હુમલાના ઠીક 12 દિવસ બાદ ભારતે પોતાના વીર જવાનોની સહાદતનો બદલો લીધો હતો. 26 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતીય વાયુસેના એ પાકિસ્તાનના બાલાકોટ માં આવેલા જયેશ એ મહંમદના આતંકી ઠેકાણા પર હેર સ્ટાઈલ કરી હતી. રાત્રિના લગભગ ત્રણ વાગ્યે ભારતીય વાયુ સેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાન એ નિયંત્રણ રેખા પાર કરી જયેશ ના ઠેકાણા ને તબાહ કરી દીધા. હા હુમલામાં લગભગ 300 આતંકીઓનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. ભારતીય વાયુસેનાએ લગભગ 1000 કિલોગ્રામ વિસ્ફોટક ફેંકી આતંકી ના ઠેકાણાને નેસ્ત નાબૂદ કરી દીધા હતા.

આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાની કાર્યવાહી
હુમલાના માસ્ટરમાઈન્ડ આદિલ અહમદદાર અને તેના સાચી ઓએ ટૂંક સમયમાં જ સુરક્ષા બળો એન્કાઉન્ટર કર્યા હતા. ભારતીય સેના અને ગુપ્ત એજન્સીઓએ આ હુમલા ની હૂંડી તપાસ કરી હતી. એનઆઈ એ એ લગભગ 13000 પાનાની ઝાડ જશે તો દાખલ કરી હતી, જેમાં ઘણા આતંકીઓના નામ સામે આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ દુનિયાના ઘણા દેશોએ ભારત પ્રત્યે સહાનુભૂતિ જતાવી હતી અને આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતનું સમર્થન કર્યું હતું.

પુલવામાં હુમલાની વરસી પર દેશનો સંકલ્પ
આજે આ હુમલાને છ વર્ષ વીતી ગયા છે, પરંતુ દેશના શહીદ જવાનોની કુરબાની ને દેશ ક્યારેય નહીં ભૂલે. દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે સમગ્ર ભારતમાં આ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પુલવામાં હુમલો ફક્ત એક ઘટના નથી પરંતુ દેશની સુરક્ષા માટે એક મોટી ચૂનોતી છે. જેનો જવાબ ભારતે મજબૂતીથી આપ્યો. આ દિવસ આપણને એ જ બહાદુર જવાનોની યાદ અપાવે છે, જેમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા હતા.