આતંકની ખેતી કરનાર પાકિસ્તાન બૂંદ-બૂંદ પાણી માટે તરસશે, 3 નદીઓનું પાણી રોકી યમુનામાં લાવવામાં આવશે

Published on: 7:22 pm, Thu, 21 February 19

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયાં હતાં. સમગ્ર ભારતવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અને ભારતભરમાં સમગ્ર જગ્યાએ આ આતંકી હુમલાનો સખત વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી કેન્ડલ માર્ચ અને પુષ્પાંજલિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

લવામામાં સીઆરપીએફ કૉનવોય પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MNF)નો દરજ્જો છીનવી લીધો હતો. ત્યારબાદ અહીંથી આવતા સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી હતી.

સરકારનું આગામી પગલું પાકિસ્તાનની અને તેના તરફ જતી નદીઓનું પાણી અટકાવવાનું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ઉત્તરપ્રદેશના બાગપતમાં તેની જાહેરાત કરી.

ગડકરીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અમારી સરકારે પાકિસ્તાનની અને તેના તરફ જતા પાણીને અટકાવવાનો નિર્ણય કર્યો છે. અમે પૂર્વ નદીઓનું પાણી ડાયવર્ટ કરીશું. આ પાણીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં રહેતા લોકોને ઉપલબ્ધ કરાવીશું. સિંધુ જળ સંધિ હેઠળ રાવી, વ્યાસ અને સતલજને પૂર્વ અને ઝેલમ, ચિનાબ અને સિંધુને પશ્ચિમ નદીઓ તરીકે વહેંચવામાં આવી હતી.

 

3 નદીઓનું પાણી અટકાવીને યમુનામાં લાવવામાં આવશે, આવું થવાથી પાકિસ્તાન બૂંદ-બૂંદ પાણી માટે તરસશે. આતંકની ખેતી કરનાર પાકિસ્તાનમાં દુષ્કાળ આવશે. આ માટે પ્રોજેક્ટ તૈયાર છે.

દિલ્હી આગ્રાથી ઇટાવા સુધી જળમાર્ગની ડીપીઆર પણ તૈયાર થઇ ચૂક્યું છે. બાગપતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. પાણીની ઉણપ દૂર થવાથી ખેડૂતો પોતાની ખેતી ચક્ર બદલે ખાંડની મિલો શેરડીના રસથી એન્થોલ બનાવે તો રોજગાર અને આવકમાં વધારો થશે.

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અહીં બાલૈની સ્થિત મેરઠ બાયપાસથી હરિયાણા બોર્ડર સુધી ડબલ લેન હાઇવે અને બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવા આવ્યા હતા. તેઓએ કહ્યું કે, સડકોની સાથે સાથે જળમાર્ગ ઉપર પણ સરકાર કામ કરી રહી છે. પાણીની ઉણપ ના રહે તે માટે ભારતના અધિકારવાળી 3 નદીઓનું પાણી જે પાકિસ્તાન જાય છે, તેનો રસ્તો બદલીને યમુનામાં લાવવામાં આવશે.

હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકો દિલ્હીથી આગ્રા જળમાર્ગથી જઇ શકશે. આ માટે બાગપતમાં યમુના કિનારે રિવર પોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. અહીંથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી ખાંડ મોકલવામાં આવશે, તેમાં ખર્ચ ઓછો થશે.

ગડકરીએ કહ્યું કે, પ્રયાગરાજથી વારાણસી સુધી જળમાર્ગ તૈયાર છે. યમુના જળમાર્ગ અંગે ગડકરીએ કહ્યું કે, રશિયાથી એક બોટ મંગાવવામાં આવી રહી છે, જેમાં 14 લોકો બેસી શકે છે. તેની સ્પીડ 80 કિમી/કલાક છે. આગામી મહિને આ બોટમાં વારાણસીથી પ્રયાગરાજ સુધીની મુસાફરી પૂર્ણ કરી શકાશે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ જળ સંધિ થઇ હતી. ભારત તરફથી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન અયૂબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોની વચ્ચે આ સંધિ વિશ્વ બેંકના હસ્તક્ષેપથી થઇ હતી. જે હેઠળ સિંધુ નદી ઘાટીની 6 નદીઓને પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચવામાં આવી. તે અનુસાર, રાવી, વ્યાસ અને સતલજ પર સંપુર્ણ રીતે ભારતનો અને ઝેલમ, ચિનાબ અને સિંધુ પર પાકિસ્તાનનો હક્ક બનશે.
સમજૂતી હેઠળ ભારતને વિજળી બનાવવા અને કૃષિ કાર્યો માટે પશ્ચિમ નદીઓના પાણીના ઉપયોગના પણ કેટલાંક સીમિત અધિકારો આપવામાં આવ્યા. બંને પક્ષોની વચ્ચે વિવાદ થવા અને પરસ્પર વિચાર-વિમર્શ બાદ પણ તેનો ઉકેલ નહીં આવવાની સ્થિતિમાં કોઇ તટસ્થ નિષ્ણાતની મદદ લેવા અથવા કોર્ટ ઓફ ઓર્બિટ્રેશનમાં જવાની જોગવાઇ કરવામાં આવી છે.

પાકિસ્તાનને ડર છે કે ભારત તેના પર હુમલો કરશે. આથી તેની ટેન્ક રેજિમેન્ટને સિયાલકોટ બોર્ડર તરફ રવાના કરાઈ છે. એક પાકિસ્તાની ટ્વિટર એકાઉન્ટમાં આ અંગેની માહિતી અપાઈ હતી. તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં ઘણી બધી ટેન્ક ટ્રેન દ્વારા મોકલાઈ રહી હોવાનું દેખાતું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનને તેનું સ્થાન દેખાડવા શૌચાલયની ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સ મફત

’જ્યારે પણ લોકો પેશાબ કરશે ત્યારે પાકિસ્તાનને તેનું સ્થાન ખબર પડશે.’

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયાં હતાં. સમગ્ર ભારતવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અને ભારતભરમાં સમગ્ર જગ્યાએ આ આતંકી હુમલાનો સખત વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી કેન્ડલ માર્ચ અને પુષ્પાંજલિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

આ હુમલામાં શહીદ થયેલા પરિવારજનોના દુઃખમાં ભાગીદાર થવા માટે બોલિવૂડથી લઈ ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિક પણ જુદી જુદી રીતે મદદ કરી રહ્યાં છે. સમગ્ર ભારતમાં આ હુમલાને લઈ જનાક્રોશ છે અને લોકો જુદી જુદી રીતે આતંકનો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાતના મોરબીની એક સિરામીક ફેક્ટરી ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સનું ઉત્પાદન કરીને આતંક સામે પોતાનું અનોખું વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આ ટાઈલ્સમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન બનેલી છે અને આ સાથે જ સફેદ અક્ષરમાં ટાઈલ્સની નીચે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલું છે.

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓને છાવરવા બદલ પાકિસ્તાનનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ સમગ્ર ટાઈલ્સનો ઉપયોગ જાહેર શૌચાલયમાં કરવામાં આવશે.

ફેક્ટરીના માલિક સુરેશ કસુનંદાએ જણાવ્યું હતું કે,’આ ટાઈલ્સના ઉત્પાદનનો મુખ્ય હેતું પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવાનો છે. જેમ જેમ લોકોમાં ડિમાન્ડ વધતી જશે તેમ તેમ આ ટાઈલ્સનું ઉત્પાદન પણ વધારવામાં આવશે.’ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીએ રોષ અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે,’જ્યારે પણ લોકો પેશાબ કરશે ત્યારે પાકિસ્તાનને તેનું સ્થાન ખબર પડશે.’