જુઓ કેવી રીતે જાગૃત નાગરિકે સુરતમાં સિંઘમ બનીને ફરતા તોડબાજ PSI અને તેના પંટરને જેલભેગા કરાવ્યા

લાંચ-ભ્રષ્ટાચારે દેશને અંદરથી જ ખોખલો કરી નાખ્યો છે. અવારનવાર આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ સુરતમાં એસીબીના સફળ ટ્રેપ દ્વારા એક લાંચિયા પોલીસ…

લાંચ-ભ્રષ્ટાચારે દેશને અંદરથી જ ખોખલો કરી નાખ્યો છે. અવારનવાર આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ સુરતમાં એસીબીના સફળ ટ્રેપ દ્વારા એક લાંચિયા પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) ની પોલ ઉઘાડી પડી ગઈ છે. ઘટના એ પ્રમાણે હતી કે, આજરોજ તારીખ ૨ ઓગસ્ટના રોજ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ઘંધો કરતા શખ્સની લક્ઝરી બસમાંથી દારૂ મળી આવ્યો હતો. તોડબાજ પોલીસ સબ ઇન્સ્પેકટર જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે તકનો લાભ લઇ ફરીયાદીને ધમકાવ્યો હતો અને લાંચ રૂપે પાંચ લાખ રૂપિયાની લાંચ માગી હતી.

દારૂના કેસમાં તેની નામ દાખલ ન કરવા બદલ પોલીસે ફરીયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પછી રકઝકના અંતે ત્રણ લાખ રૂપિયાની રકમ નક્કી થઇ હતી. ફરીયાદીએ ટ્રાવેલ્સના માલિકને આ ઘટના અંગે સંપૂર્ણ વાત કરતા ટ્રાવેલ્સના માલિકે ૧,૭૦,૦૦૦ રૂપિયા ફરિયાદીને મોકલી દીધા હતા, જેથી મામલો ત્યાને ત્યાં જ દબાઈ જાય. ૧ ઓગસ્ટના રોજ ફરીયાદી પાસેથી PSI એ આ રૂપિયા લીધા હતા.

આ પછી આરોપી પોલીસે (PSI) ફરીયાદી પાસેથી બાકીના ૧,૩૦,૦૦૦ ની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદી પાસે વધુ પૈસા ન હોવાથી પૈસા આપવા ઈચ્છતા નહોતા. છેવટે તેમણે એસીબીનો સંપર્ક કરી સંપૂર્ણ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરી લાંચિયા પોલીસને ઝડપી પડ્યો હતો. હાલ આરોપી પોલીસને ડીટેઇન કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *