રિવોલ્વર સાથે વિડીયો બનાવવો પોરબંદરની યુવતીને મોંઘો પડી ગયો- ફેમસ થવાના ચક્કરમાં ઘરે આવ્યું પોલીસનું તેડું

સોશિયલ મીડિયા (Social media)પર એક વિડીયો વાયરલ(Video vira) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પોરબંદર(Porbandar)ના નેશનલ હાઇવે રોડ (Highway Road)પર એક યુવતી…

સોશિયલ મીડિયા (Social media)પર એક વિડીયો વાયરલ(Video vira) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પોરબંદર(Porbandar)ના નેશનલ હાઇવે રોડ (Highway Road)પર એક યુવતી કારમાંથી ઊતરી પિસ્તોલ(Pistol)ને હાથમાં લઈને ગીતો સંભાળતી સંભાળતી એક્શન કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલ વીડિયોમાં દેખાતી યુવતીના રિવોલ્વર સાથે કુલ બે વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. જેમાં પોલીસને મળેલ બાતમી અનુસાર સીતારામનગર(Sitaramnagar)માં રહેતી એક યુવતી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જયારે યુવતીએ જણાવ્યું છે કે, તેને આ કામ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા કર્યું હતું અને તેને આ રિવોલ્વર તેના સંબંધી દ્વારા આપવામાં આવી હોવાની કબૂલાત કરી લીધી હતી. જયારે આ છોકરીએ એક પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. વાયરલ થયેલ એક વીડિયોમાં યુવતી પોતાના હાથમાં રિવોલ્વર સાથે કારમાંથી બહાર આવતી જોવા મળી રહી છે, જ્યારે બીજા વીડિયો પણ રિવોલ્વર સાથે જ બનાવ્યો છે.

પોલીસને મળેલ બાતમી આધારે શરુ કરવામાં આવી કાર્યવાહી:
વાયરલ થયેલ આ વિડીયોમાં યુવતી પાસે જે રિવોલ્વર છે તે સાચી છે કે ખોટી તે જાણવા જિલ્લા પોલીસવડાની સૂચના અનુસાર ઉદ્યોગનગરના PSI એસ.એ. સોલંકી સહિતના પોલીસ દ્વારા તપાસ શરૂ કરતાં જાણવા મળી આવ્યું કે રિવોલ્વર સાથે વાઇરલ થઇ રહેલ વિડીયોમાં જે છોકરી છે તે સીતારામનગરમાં રહે છે અને તેનું નામ અંજલિ ખેતાભાઈ ચાવડા છે.

ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી ધરવામાં આવી હાથ:
પોલીસ દ્વારા આ યુવતીને પોલીસ મથકે બોલાવવામાં આવી અને યુવતીની પૂરછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન નવ માસ પહેલાં આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા વીડિયો પોસ્ટ કર્યો હતો તેવું યુવતી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રિવોલ્વર તેમના સંબંધી પ્રફુલ મકવાણાએ આપી હોવાની યુવતીએ કબૂલાત કરી હતી. આ રિવોલ્વર એક્સ આર્મીમેન પ્રફુલ મકવાણાની છે તેમજ આ રિવોલ્વર લાઇસન્સવાળી હતી. જેના કારણે પોલીસે યુવતી તેમજ પ્રફુલ વિરુદ્ધ ફરિયાદ નોંધી 2 મોબાઈલ અને રિવોલ્વર જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *