પુણે (Pune)ના નરહે વિસ્તાર (Narhe area)નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે નકાબધારી બદમાશોએ પેટ્રોલ પંપ (Petrol pump)માં ઘુસીને સૂતેલા કર્મચારીઓ પર કુહાડી વડે હુમલો કરી લૂંટ(Robbery) ચલાવી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કુહાડીના હુમલાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પેટ્રોલ પંપ પર લૂંટનો મામલો સામે આવ્યો#maharastra #pune #district #petrol_pump #robbery #મહારાષ્ટ્ર #પુણે #પેટ્રોલ_પંપ #મામલો #news #breaking_news #trishulnews pic.twitter.com/kiczqD6Mi3
— Trishul News (@TrishulNews) August 25, 2022
મળતી માહિતી અનુસાર, પુણેના નરહે વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર મંગળવાર-બુધવારની વચ્ચે રાત્રે લગભગ 1 વાગ્યે, મોટરસાઇકલ પર આવેલા બદમાશોએ પંપ ઓફિસમાં સૂતેલા કર્મચારીઓ પર કુહાડી વડે હુમલો કર્યો. અચાનક થયિલા હુમલાને કારણે કર્મચારીઓ બહાર નીકળી શક્યા ન હતા. બદમાશોએ પંપ ઓફિસમાં સૂતેલા તમામ કર્મચારીઓને કુહાડી વડે માર માર્યો હતો.
કુહાડીના હુમલાને કારણે બે કર્મચારીઓના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. બદમાશોએ કર્મચારીઓ પાસેથી પૈસાની માંગણી કરી હતી. કુહાડીના ડરથી તેણે પૈસા બદમાશોની સામે ફેંકી દીધા. બંને બદમાશો પૈસા લઈને મોટરસાઈકલ પર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલામાં કર્મચારીઓ પર કુહાડીના પાછળના ભાગે હુમલો કર્યો હતો. જો તેને ક્યાંક તીક્ષ્ણ ભાગ વડે મારવામાં આવ્યો હોત તો કોઈનો જીવ પણ ગયો હોત.
હુમલો કરીને લૂંટની આ ભયાનક ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટનો ગુનો નોંધ્યો હતો. CCTV દ્વારા બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.